ગાંધીનગર : આજે કોરોના પોઝિટિવ કેસોરાજ્ય ભરમાં 24 કલાકમાં 60 નોંધાયા(Corona In Gujarat ) હતા. રાજ્યમાં ઓમિક્રોનનો ભય વધ્યો છે. જેથી સઘન ટ્રેસિંગ પણ વધારવામાં આવ્યું છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ કેસો કોરોનાના અમદાવાદ કોર્પોરેશનમાં છેલ્લા કેટલાક દિવસોમાં જોવા મળ્યા છે ત્યારે આજે 08 કેસો અમદાવાદ કોર્પોરેશનમાં નોંધાયા છે. જો કે ગત અઠવાડિયા કરતા આ વીકમાં કંઈ મોટો વધારો જોવા મળ્યો નથી. પરંતુ આ કેસો પણ ચિંતાજનક કહી શકાય છે. આજે હોસ્પિટલમાંથી સાજા થયા બાદ 58 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જ્યારે એક દર્દીનું નવસારીમાં મૃત્યુ (Death of one person from Corona )નોંધાયું છે.
દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં ફરી કોરોનાના કેસોમાં વધારો
કોરોના કેસોનો આંકડો એવરેજ 60થી 70ની વચ્ચે જોવા મળી રહ્યો છે પરંતુ ઓમિક્રોન જો વકરે છે તો જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી શકે છે. જો કે સારી વાત એ છે કે પહેલા આવેલો ઓમિક્રોન પોઝિટિવ દર્દી આજે સાજા થયા છે. રાજ્ય સરકારે પણ વિદેશથી આવતા લોકોનું સ્કેનિંગ સઘન રીતે હાથ ધર્યું છે. જેમાં ઓમિક્રોનના કેસોની (Omicron variant of Corona )સંખ્યા ધીમી ગતિએ સામે આવી રહ્યા છે. દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં ફરી કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો હતો તેમાં પણ ડિસેમ્બર મહિનામાં આ ખતરો વધ્યો છે. હજુ પણ 581 એક્ટિવ કેસો છે.
કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયલા કેસ
15 ડિસેમ્બરના રોજ કોરોના પોઝિટિવ કેસો વિવિધ કોર્પોરેશન અને જિલ્લા સ્તરે જોવા મળ્યા હતા. ત્યારે સમગ્ર રાજ્યમાં કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં 08, સુરત કોર્પોરેશનમાં 05 જામનગર કોર્પોરેશનમાં 03 વડોદરા કોર્પોરેશનમાં 12 કેસો તો રાજકોટ કોર્પોરેશનમાં 12 કેસો નોંધાતા હતા. જ્યારે જિલ્લાની વાત કરીએ તો 33 જિલ્લામાં સિંગલ ડીજીટમાં કેસો નોંધાયા છે અને નવસારીમાં 3 પોઝિટિવ કેસ સાથે એક દર્દીનું દુઃખદ મૃત્યુ થયું હતું.