અધ્યક્ષે પણ ધ્યાન દોર્યું હતું. જોકે આ મુદ્દો પાછળથી આવતો જ હતો. તો પણ તેઓએ ગૃહનો સમય બગાડ્યો છે. પરેશ ધાનાણી એક જવાબદાર નેતા છે, ત્યારે તેમનુ આવું વર્તન યોગ્ય નથી. જોકે કોંગ્રેસને પાક વિમાના મુદ્દે જવાબ સાંભળવાની તાકાત નહોતી એટલે તેમણે વોકઆઉટ કર્યું. હર્ષદ રિબડીયા અને ઋત્વિક મકવાણાએ ગુજરાત સરકાર સામે આક્ષેપો કર્યા હતાં. સરકારે ગત વર્ષે ગુજરાત સરકાર અને ખેડૂતો અને કેન્દ્રની સરકારએ જે પ્રીમિયમ ભર્યા છે. તેમાં 46 કરોડના દાવા ચૂકવામાં આવ્યા છે. 3400 કરોડ આ વર્ષે પ્રીમિયમ ભરવાની થયું છે. બીજી તરફ સબસિડી વાળા પાક જેવા કે મગફળી, કપાસની ખરીદી ચાલુ થઈ ગઈ છે.
પાક વીમા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં હોબાળો કરી વોકઆઉટ કર્યુ
ગાંધીનગર: વિધાનસભા સત્રના અંતિમ દિવસે પાક વીમા મુદ્દે કોંગ્રેસે વોકઆઉટ કર્યુ હતું. ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસે ગૃહમાં વિરોધ વ્યક્ત કર્યો હતો અને વેલમાં આવીને બહાર નીકળી ગયા હતાં. કૃષિ પ્રધાનના જવાબનો ઓડિયો બોલાવી પાક વીમાની માગ કરી હતી. આ સાથે કોંગ્રેસના ધારાસભ્યએ ગ્રુપની બહાર સુત્રોચ્ચાર કર્યા હતા. જો કે કોંગ્રેસના આ મુદ્દે આર સી ફળદુએ કહ્યું કે, વિધાનસભામાં પ્રશ્નની ચર્ચા ચાલતી હતી ત્યારે કોંગ્રેેસે બહાર જઈને મુદ્દો ઉપસ્થિત કર્યો હતો.
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના મુજબ પ્રકિયા ચાલતી હોય છે અને તે યોગ્ય રીતે કરવામાં આવશે. ગયા વર્ષે ઠીક પ્રમાણમાં પાક ઉત્પાદન થયું હતું. જોકે સરકારે 96 તાલુકાને 1400 કરોડથી વધુ રકમ આપી છે. 1600 કરોડની મદદ ખેડૂતોને મદદ કરવામાં આવી છે. 2401 કરોડ કેન્દ્ર દ્વારા અને વીમો 20.61 લાખ પ્રીમિયમ જમા કરાવ્યું છે. કમોસમી વરસાદનું રાહત પેકેજ 56.36 લાખ ખેડૂતોને આવરી લઇ 3707 કરોડ સહાય આપવામાં આવી છે .કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે એકઠા થઇને સહાય કરી છે. બાગાયત અને પશુપાલન માટે 786 કરોડની સબસિડી આપવામાં આવી છે. રાસાયણિક ખાતરમાં કેન્દ્ર સરકાર દ્વારા 5000 કરોડ આપવામાં આવે છે.
બટાકા ડુંગળીમાં મદદ કરવાની યોજનામા 16906 સામે 6 કરોડની સહાય આપવામાં આવી છે. સહકાર વિભાગ દ્વારા કિસાનલક્ષી યોજનામાં વધુમાં વધુ સહાય આપવામાં આવી છે . ભારત સરકારે ટેકાના ભાવથી મગફળી ખરીદી છે. કુદરતી આફત કે પાક ઓછો થવામાં પણ સરકારે મદદ કરી છે. ગત વર્ષે 24 કરોડથી વધારે રકમ ખેડૂતોને આપી છે. ખેડૂતો આર્થિક રીતે સદ્ધર થાય તે માટે અમે કટિબદ્ધ છીએ. દેશના નકશામાં ખેડૂતોએ મહત્વની ભૂમિકા ભજવી છે. વિકાસમાં કેટલાક મહત્વના નિર્યયો લીધા છે. કરવેરાથી ઉર્જા ઉત્પન્ન કરવાના સ્ત્રોત વિકસાવ્યા છે. વર્ષ 2000માં 14 હજાર કરોડ ઉત્પાદન હતું, જયારે હાલ સવા લાખ કરોડ જેટલું ઉત્પાદન છે. ભેજનું પ્રમાણ વધારે હોવાથી વેચાણ પ્રક્રિયા લાંબો સમય સુધી ચાલશે.