ગુજરાત

gujarat

ETV Bharat / state

1 વર્ષમાં ભાજપે 5 રાજ્યો ગુમાવ્યા, ઝારખંડના પરિણામોને લઈ કોંગ્રેસની આતશબાજી

ગાંધીનગર: દેશમાં કોંગ્રેસ બેઠી થઈ રહી છે. એક પછી એક ગઠબંધનવાળી સરકાર રાજ્ય ઉપર શાસન જમાવી રહી છે, ત્યારે આજે ઝારખંડ પ્રદેશમાં યોજાયેલી ચૂંટણીમાં જેએમએમ કોંગ્રેસનું ગઠબંધન સરકાર બનાવી રહ્યું છે.. જ્યારે ભાજપનો રકાશ જોવા મળ્યો હતો. તેવા સમયે ગાંધીનગર શહેર કોંગ્રેસ દ્વારા ઝારખંડની જીતને આતશબાજી તરીકે ઉજવણી કરી હતી.

ઝારખંડના પરિણામોને લઈ કોંગ્રેસે આતશબાજી કરી ઉજવણી કરી
ઝારખંડના પરિણામોને લઈ કોંગ્રેસે આતશબાજી કરી ઉજવણી કરી

By

Published : Dec 23, 2019, 8:08 PM IST

ભાજપ દ્વારા સમગ્ર દેશને કોંગ્રેસ મુક્ત કરવાનું અભિયાન ઉપાડ્યું હતું. એક સમય એવો આવ્યો હતો કે નગરપાલિકાઓથી લઈને વિધાનસભામાં ભાજપનો જ કેસરિયો લહેરાતો જોવા મળતો હતો. જેને લઇને મોદી અને શાહની જોડીએ કોંગ્રેસ મુક્ત દેશનું સૂત્ર આપ્યું હતું. પરંતુ, ગુજરાતની વિધાનસભા ચૂંટણી બાદ ભાજપને ઘણું બધું ગુમાવવાનો વારો આવ્યો છે.

ઝારખંડના પરિણામોને લઈ કોંગ્રેસે આતશબાજી કરી ઉજવણી કરી

રાજ્યમાં 100નો આંકડો નહીં બનાવેલી ભાજપે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છતીસગઢમાં ગુમાવી ચુકી હતી, ત્યારબાદ મહારાષ્ટ્ર પણ ગુમાવવું પડ્યુ. તેવા સમયે આજે ઝારખંડના પરિણામોએ ભાજપની ઉંઘ ફરી હરામ કરી નાખી છે.

ઝારખંડ વિધાનસભામાં જેએમએમ અને કોંગ્રેસનું ગઠબંધન સરકાર બનાવવા જઇ રહી છે, ત્યારે ગાંધીનગર શહેર કોંગ્રેસ દ્વારા શહેરના સેક્ટર 22 કાર્યાલય ખાતે આતશબાજી કરીને ફટાકડા ફોડવામાં આવ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details