ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યસભા ચૂંટણી માટે તૈયારીઓ પૂર્ણ, કોરોના સંક્રમણને પગલે વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ - રાજ્યસભા ચૂંટણી

શુક્રવારે રાજ્યસભની ચૂંટણી યોજાવવાની છે, ત્યારે આજે ગુરુવારે સમગ્ર તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જેમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ચોક્કસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેનું ચૂંટણી પંચના નિરીક્ષક દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

રાજ્યસભા ચૂંટણી
રાજ્યસભા ચૂંટણી

By

Published : Jun 18, 2020, 7:55 PM IST

ગાંધીનગર: રાજ્યસભાની બેઠક પર શુક્રવારે મતદાન યોજાવવાનું છે, ત્યારે કેન્દ્રીય ચૂંટણીપંચ અને રાજ્ય ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. જેમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, ધારાસભ્યોને આરોગ્ય વિભાગની ગાઇડલાઇન્સ પ્રમાણે મતદાન કરવા મોકલવામાં આવશે. જ્યારે કોઈ ધારાસભ્યના ટેમ્પરેચર નિયત કરતા વધુ આવશે તો તેમના માટે અલગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મતદાન સવારના 9 કલાકથી સાંજના 4 કલાક સુધી થશે.

રાજ્યસભા ચૂંટણી માટે તૈયારીઓ પૂર્ણ, કોરોના સંક્રમણને પગલે વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ
રાજ્યસભાની ચૂંટણી બાબતે રાજ્યના ચૂંટણી અધિકારી મુરલીક્રિષ્નાએ જણાવ્યું હતું કે, રાજ્યસભાની ચૂંટણી બાબતે સમગ્ર તૈયારી કરી લેવામાં આવી છે. મતદાન પ્રક્રિયા આરોગ્ય વિભાગની તમામ ગાઇડલાઇન્સનું ધ્યાન રાખીને સોશિયલ ડિસ્ટન્સ સાથે કરવામાં આવશે. ઉપરાંત પ્રથમ વખત રાજ્યસભાની ચૂંટણીમાં CCTV કેમેરાનો ઉપયોગ કરીને દિલ્હી સુધી લાઈવ સર્વેલન્સ કરવામાં આવશે. તેમજ કોવિડ-19ના સંક્રમણથી બચવા માટેના તમામ પ્રિકોશન ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવ્યા છે.
રાજ્યસભા ચૂંટણી માટે તૈયારીઓ પૂર્ણ, કોરોના સંક્રમણને પગલે વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ

રાજ્યસભાની ચૂંટણીમાં બે ધારાસભ્યોએ મતદાન માટે સહાયકની પણ માંગણી કરી છે. જે બાબતે ચૂંટણીપંચ દ્વારા નિરીક્ષણ કર્યા બાદ બંને ધારાસભ્યોને સહાયક માટેની મંજૂરી આપવામાં આવી છે. આ ધારાસભ્યોમાં ગાંધીનગર દક્ષિણ ધારાસભ્ય શંભુજી ઠાકોર અને રાજયકક્ષાના પ્રધાન પુરસોત્તમ સોલંકી સહાયક સાથે મતદાન કરશે.

આમ, રાજ્યના ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણી બાબતે સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. સવારે 9 કલાકથી સાંજના 4 કલાક સુધી મતદાન થયા બાદ ગણતરીના સમયમાં જ મતગણતરી હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details