ગુજરાત

gujarat

ETV Bharat / state

GPSC પરીક્ષાના પરિણામમાં છેડછાડ કરનારા અંજારના યુવક સામે ફરીયાદ નોંધાઇ - Sector-7 Police Station

સમગ્ર દેશમાં બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યુ છે, ત્યારે સરકારી નોકરી મેળવવા માટે યુવાનો અનેક પ્રયાસો કરી રહ્યા છે. GPSC દ્વારા જુલાઈ-2019માં જાહેર કરાયેલા પરિણામ મેરીટમાં છેડછાડ કરીને નાયબ કલેક્ટરની નોકરી મેળવાનો પ્રયાસ કરનારા યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

 GPSC પરીક્ષાના પરિણામમાં છેડછાડ કરનારા અંજારના યુવક સામે ફરીયાદ નોંધાઇ
GPSC પરીક્ષાના પરિણામમાં છેડછાડ કરનારા અંજારના યુવક સામે ફરીયાદ નોંધાઇ

By

Published : Jul 10, 2020, 10:58 PM IST

GPSC દ્વારા જાહેર કરાયેલા પરિણામની મેરીટમાં છેડછાડ

  • GPSC પરિણામ મેરીટમાં છેડછાડ કરીને નાયબ કલેક્ટરની નોકરી મેળવાનો પ્રયાસ
  • સરકારી નોકરી મેળવવા માટે યુવાનો અધીરા બન્યા
  • GPSC પરિણામની મેરીટમાં છેડછાડ, યુવક સામે ફરિયાદ નોંધાઈ

ગાંધીનગરઃ બેરોજગારીનું પ્રમાણ વધી રહી છે, ત્યારે સરકારી નોકરી મેળવવા માટે યુવાનો અધીરા બન્યા હોય એવા કિસ્સા સામે આવ્યા છે. GPSC દ્વારા જાહેર કરાયેલા પરિણામ મેરીટમાં છેડછાડ કરીને નાયબ કલેક્ટરની નોકરી મેળવાનો પ્રયાસ કરનારા યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

GPSC દ્વારા જુલાઈ-2019માં ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કીસેવા વર્ગ-1 અને 2નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેને પગલે કચ્છ અંજારના ભાવિક જે. અડીયેચાએ GPSC ખાતે અરજી કરી હતી. જેમાં તેણે રજૂઆત કરી હતી કે, 4 જુલાઈ 2019ના પરિણામામાં તેનું નામ હતું. જેમાં સુધારો કરીને 5 જુલાઈએ બીજાનું નામ ઉમેરી દેવાયું છે.

જેથી GPSC દ્વારા તેને બોલાવતા યુવકે પરિણામ જાહેર થયું હોય તેની નકલ રજૂ કરી હતી. જેમાં મેરીટ ક્રમાંક-13માં પોતાનું નામ અને જન્મ તારીખ બતાવ્યા હતા. જેથી કચેરી દ્વારા ભાવિકના બેઠક ક્રમાંકના આધારે તપાસ હાથ ધરાતા તેણે પ્રાથમિક પરિક્ષા જ આપી ન હોવાનું સામે આવ્યું હતું.

આ છતાં કચેરી દ્વારા યુવકને પોતાનો દાવો સાચો સાબિત કરવા માટે કહેવાયું હતું. જોકે પોતાની વાત સાબિત ન કરી શકતાં GPSC એ તેના આગામી તમામ પરીક્ષાઓ માટે કાયમીધોરણે ગેરલાયક ઠેરવવાનો નિર્ણય લીધો હતો. જે બાદ આયોગ દ્વારા તેની સામે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લીધો હતો.

જેને પગલે GPSC ના નાયબ સેક્શન અધિકારી ગૌરવ જગમાલભાઈ ચાવડાએ આ અંગે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવક સામે ખોટા દસ્તાવેજો બનાવવા અંગે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details