ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકારી નોકરીની જાહેરાત આપી છેતરપિંડી કરનારા સામે નોંધાઇ ફરીયાદ

ગાંધીનગર : ગુજરાત અર્બન સ્કિલ ડેવલપમેન્ટ મિશનના ભળતા નામે પેપરમાં બનાવટી જાહેરાત આપવા મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 2 જાન્યુઆરીના રોજ એક સમાચારપત્રમાં જુદી-જુદી જગ્યા માટે અરજીઓ મંગાવાઈ હતી. જોકે, આ બાબત ગુજરાત અર્બન ડેવલમેન્ટ મિશન વિભાગ દ્વારા સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને લોકો આવી બનાવટી ભરતી જાહેરાતના પ્રલોભનમાં ન આવવા કહ્યું છે. ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં આફિસ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા મનિષા ઓમકાર તિવારીએ સે-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સરકારી નોકરીની જાહેરાત આપી છેતરપિંડી કરનારા સામે નોંધાઇ ફરીયાદ
સરકારી નોકરીની જાહેરાત આપી છેતરપિંડી કરનારા સામે નોંધાઇ ફરીયાદ

By

Published : Jan 4, 2020, 1:33 AM IST

ફરિયાદ મુજબ 2 જાન્યુઆરીએ આવેલી જાહેરાતમાં ગુજરાત અર્બન સ્કિલ ડેવલોપમેન્ટ મિશનના નામે ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવાઈ હતી. જેમાં વેબસાઈટ gusdm.org.in પર અરજી કરવાનું કહેવાયું હતું. જે વેબસાઈટ જોતા કચેરીનું સરનામું, પ્રોજેક્ટની લગતી વિગતો, પોલિસી તથા આરટીઆઈ મેન્યુઅલ ગુજરાત અર્બન ડેવલમેન્ટ મિશન (GUDM) વિભાગને લગતી જોવા મળી હતી. જેથી ખોટી જાહેરાત મારફતે ઉમેદવાર દીઠ 300 રૂપિયા પડાવવાનું આ ષડયંત્ર હોવાનું શંકા છે. જેથી આ મુદ્દે વિભાગ દ્વારા પોલીસ ફરિયાદ કરતાં સે-7 પોલીસે છેતરપીંડી, વિશ્વાસઘાત અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

છેતરપિંડી કરનારા સામે નોંધાઇ ફરીયાદ

જાહેરાતમાં અપાયેલી વેબસાઈટમાં ગૂગલ મેપમાં ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશનનું ટેગ કરેલું હતું. જેથી કેટલાક યુવાનો અરજીની તપાસ માટે રૂબરૂ પૂછપરછ માટે આવતા જીયુડીએમ વિભાગનું ધ્યાન ગયું હતું, ત્યારે આ અંગે જાહેર ખુલાસો કરાયો છે કે ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન, ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કંપની અને શહેર વિકાર અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તરફથી આવી કોઈ જાહેરાત અપાઈ નથી જેથી તેનાથી ગેરમાર્ગે દોરાવું નહીં.

ABOUT THE AUTHOR

...view details