ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારત-ચીન સરહદ પર શહીદ થયેલા જવાનોને CM રૂપાણીએ અર્પિત કરી શ્રદ્ધાંજલિ

વડાપ્રધાન મોદીએ રાજ્યના મુખ્યપ્રધાનો સાથે યોજેલી વીડિયો કોન્ફરન્સ બેઠકની શરૂઆત ચીન સાથેના સંઘર્ષમાં ભારત દેશની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા વીર સેનાનીઓને બે મિનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપીને કરી હતી.

ભારત ચીન સરહદે શહીદ થયેલા જવાનોને સીએમએ પાઠવી શ્રદ્ધાંજલિ
ભારત ચીન સરહદે શહીદ થયેલા જવાનોને સીએમએ પાઠવી શ્રદ્ધાંજલિ

By

Published : Jun 17, 2020, 4:44 PM IST

Updated : Jun 17, 2020, 5:12 PM IST

ગાંધીનગર : વડાપ્રધાન મોદીએ રાજ્યના મુખ્ય પ્રધાનો સાથે બેઠક યોજી હતી. જેમાં બેઠકની શરૂઆતમાં જ ચીન સાથેના થયેલી અથડામણમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજિલિ પાઠવી અને બે મિનિટનું મોન પાળ્યું હતું. વીડિયો કોન્ફરન્સ દ્વારા આ બેઠકમાં જોડાયેલા ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલ, ગૃહ રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પણ આ વીર શહિદોની શહાદતને કૃતજ્ઞતાપૂર્વક વંદન કરતાં બે મિનીટનું મૌન પાળ્યું હતું અને ભારત માતાના આ સપૂતો પ્રત્યે આદરાંજલિ અર્પણ કરી હતી.

ભારત ચીન સરહદે શહીદ થયેલા જવાનોને સીએમએ પાઠવી શ્રદ્ધાંજલિ
ભારત દેશમાં કોરોના વાઇરસની મહામારી ફેલાઈ છે. જે કોરોનાને કાબૂમાં લેવા માટે શું પગલા લઈ શકાય અને રાજ્યોની સ્થિતિનો તાગ મેળવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સિંગથી બેઠક કરી રહ્યા છે. આજે બુધવારે સતત બીજા દિવસે રાજ્યોના સીએમ અને સચિવો સાથે ચર્ચા કરીને તેનો ઉકેલ શોધાઈ રહ્યો છે. આજે બુધવારે બેઠકની શરૂઆત થતાં જ ચીન સરહદ પર શહીદ થયેલા ભારતના 20 જવાનોનો બેઠક પર ઉભા થઈ તમામ પ્રધાનોએ શ્રદ્ધાંજલિ અર્પી હતી.
ભારત-ચીન સરહદ પર શહીદ થયેલા જવાનોને CM રૂપાણીએ અર્પિત કરી શ્રદ્ધાંજલિ
Last Updated : Jun 17, 2020, 5:12 PM IST

ABOUT THE AUTHOR

...view details