ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ(Mumbai Ahmedabad High Speed Rail Project) અંતર્ગત રાજ્યમાં હાથ ધરાઇ રહેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ પ્રોજેક્ટની(CM Bhupendra Patel reviewed High Speed Rail Project) વિવિધ પ્રગતિ હેઠળની કામગીરીનું વિસ્તૃત પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું હતું.
8 જિલ્લાઓમાં સબ-સ્ટ્રક્ચર અને સુપર-સ્ટ્રક્ચરના કામો પ્રગતિમાં
નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનના(National High Speed Rail Corporation Limited) મેનેજીંગ ડિરેક્ટર અગ્નિહોત્રીએ કહ્યું કે, ગુજરાતના અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ એમ 8 જિલ્લાઓમાં(High Speed Rail Project) સબ-સ્ટ્રક્ચર અને સુપર-સ્ટ્રક્ચરના કામો પ્રગતિમાં છે. એટલું જ નહીં, નર્મદા, તાપી, મહી જેવી મહત્વની નદીઓ જે આ ટ્રેનના રૂટમાં આવે છે તેના ઉપર પણ કાર્યવાહી ચાલુ છે.
કુલ 352 કિલોમીટર એટલે કે 98 ટકા જમીન સંપાદન કાર્ય પૂર્ણ
ગુજરાતમાં આ પ્રોજેક્ટ(High Speed Rail Project in Gujarat) અન્વયે કુલ 352 કિલોમીટર એટલે કે 98 ટકા જમીન સંપાદન કાર્ય પૂરું થયું છે. સંપાદિત જમીન પર 343 કિલોમીટરમાં સિવિલ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. વધુમાં મુખ્યપ્રધાન સમક્ષ કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું કે, આ પ્રોજેક્ટની કામગીરીમાં વધુ વેગ લાવવાના હેતુસર સ્ટ્રેડલ કેરિયર અને બ્રિજ ગેન્ટ્રી જેવી ભારી સાધન-સામગ્રીના ઉપયોગથી ફુલ સ્પાન બોક્સ ગ્રાઈડર ઉભા કરવામાં આવે છે. આવું પ્રથમ ગ્રાઈડર નવસારીમાં નવેમ્બર 2021માં સફળતાપૂર્વક ઊભું થઈ ગયું છે. જિયો ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન(Geotechnical Investigation for Railway) માટે સુરતમાં એશિયાની સૌથી મોટી જિયો ટેકનિકલ લેબ પણ શરૂ કરવામાં આવી છે.