ગુજરાત

gujarat

ETV Bharat / state

Cabinet Meeting : જુના પ્રોજેકટનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને નવી યોજનાઓ બાબતે થશે ચર્ચા - કેબિનેટ બેઠક આજે

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સવારે કેબિનેટ બેઠક (CM Bhupendra Patel Cabinet Meeting) યોજાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 ને (Gujarat Assembly Election 2022) ધ્યાને રાખીને કેટલાક મહત્વ પૂર્ણ ચર્ચા કરવામાં આવશે. તો બીજી તરફ રવિ પાકને લઈને પણ ચર્ચા થાય તેવી શક્યતા છે.

Cabinet Meeting : જુના પ્રોજેકટનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને નવી યોજનાઓ બાબતે થશે ચર્ચા
Cabinet Meeting : જુના પ્રોજેકટનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને નવી યોજનાઓ બાબતે થશે ચર્ચા

By

Published : Mar 22, 2022, 7:54 AM IST

ગાંધીનગર : રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંગળવારે સવારે 08:00 કેબિનેટ બેઠક (CM Bhupendra Patel Cabinet Meeting) યોજાશે. મળતી માહિતી મુજબ આવનારા ગણતરીના મહિનાઓમાં બાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) આવી રહી છે. ત્યારે રાજ્યના અલગ અલગ જિલ્લાઓ તાલુકાઓ અને શહેરોમાં મોટા પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત લોકાર્પણ બાબતે પણ ચર્ચા વિચારણા કરીને આયોજન કરવામાં આવશે.

વિધાનસભા સત્ર બાબતે ચર્ચા- અત્યારે ત્રણ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર (Budget Session of Gujarat Assembly) ચાલી રહ્યું છે. ત્યારે હવે બજેટ સત્રને પૂર્ણ થવામાં ગણતરીના દિવસો જ બાકી છે. જે વિધાનસભાના અંતિમ દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા મહેસુલ વિભાગના સુધારા બિલ તો પણ આવવાના છે. ત્યારે આ મુદ્દે પર પણ ખાસ ચર્ચા (Discussion at Cabinet Meeting) કરવામાં આવશે. સાથે જ જો વિપક્ષ દ્વારા કોઈ મુદ્દો ટાંકવામાં આવે તો એનો પ્રતિઉત્તર સરકારના પ્રધાન અને અધિકારીઓ કઈ રીતે આપશે તે બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો :WHO GCTM Jamnagar: કેન્દ્રીય પ્રધાનમંડળે WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાને આપી મંજૂરી

બજેટના મહત્વના પ્રોજેક્ટ જલ્દી કાર્યરત થશે -મહત્વની વાત કરવામાં આવે તો ભાજપ સરકારનું આ અંતિમ બજેટ વિધાનસભામાં રજૂ થયું છે. અને ત્યારબાદ ગુજરાત વિધાનસભાનું ઇલેક્શન આવી રહ્યું છે. તેને લઈને બજેટમાં રાજ્ય સરકાર દ્વારા જે મહત્વના પ્રોજેક્ટ (Discussion on Project at Cabinet Meeting) રાખવામાં આવ્યા છે તે પ્રોજેક્ટવહેલી તકે કાર્યરત થાય અને લોકો સુધી તેનો લાભ પહોંચે તે બાબતે પણ સરકાર દ્વારા ખાસ પ્રકારનું આયોજન કેબિનેટ બેઠકમાં થાય તેવી પણ શક્યતા છે

આ પણ વાંચો :Gujarat Cabinet Meeting : અધૂરા પ્રોજેક્ટ પૂર્ણ કરવા અને બજેટમાં પ્રજાલક્ષી જોગવાઈઓ કરવાની સૂચના

પ્રધાન હવે ફિલ્ડમાં વધુ ધ્યાન રાખશે -વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિનાની જ વાર છે. ત્યારે રાજ્યના તમામ પ્રધાનો અને આગેવાનોને ફિલ્ડમાં વધુ ફોકસ કરવાની સૂચના પણ પક્ષ દ્વારા આપવામાં આવશે. ત્યારે સરકાર દ્વારા કઇ રીતનું આયોજન કરવું અને ફિલ્ડમાં કયા મહત્વના મુદ્દા સાથે ઉતરવું તે બાબતે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત આગામી સમયમાં રવિ પાકના ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા શરૂ થવાની છે ત્યારે આ બાબતે પણ વિશેષ આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે..

ABOUT THE AUTHOR

...view details