ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં 497 બાળકો ગુમ થયાં, હજી સુધી કોઈ ભાળ નહીં

ગાંંધીનગરઃ રાજ્ય સરકાર મહિલા અને બાળકોની સુરક્ષા માટે કરોડો રૂપિયાના બજેટની ફાળવણી કરે છે. તેમ છતાં પણ રાજ્યમાં બાળકોની સુરક્ષા સામે અનેક સવાલ ઉભા થયા છે. વિધાનસભાના પ્રથમ દિવસે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નમાં છેલ્લા એક વર્ષમાં રાજ્યમાંથી કુલ 2307 બાળકો ગુમ થયા હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. જેમાં 1804 બાળકો મળી આવ્યા છે.

Gandhinagar

By

Published : Jul 2, 2019, 6:21 PM IST

વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી દરમિયાન રાજ્ય સરકારે ગૃહમાં રજૂ કર્યું હતું કે, રાજ્યમાં છેલ્લા વક વર્ષમાં 2307 બાળકો ગુમ થયા હોવાનું સરકારી ચોપડે નોંધવામાં આવ્યું હતું. જેમાં રાજ્યની પોલીસે અત્યાર સુધીમાં કુલ 1804 બાળકો શોધ્યા છે. પરંતુ હજુ પણ 497 બાળકોનો કોઈ અતોપતો નહીં હોવાનું વિધાનસભા ગૃહમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાંથી હજુ પણ 497 જેટલા બાળકોની કોઈ ભાળ મળી નથી. પરંતુ ગુમ થનારા સૌથી વધુ બાળકો 14 થી 18 વર્ષની ઉંમરના હોવાનું સામે આવ્યું છે. જ્યારે ગુમ થયેલ બાળકોમાં સૌથી વધુ અમદાવાદમાંથી 431 બાળકો ગાયબ થયા હતા. જેમાંથી ફક્ત 369 બાળકો જ પરત ફર્યા બાકીના બાળકોનો કોઈ પત્તો લાગ્યો નથી. જ્યારે રાજકોટમાંથી 247 બાળકો ગુમ થયા જેમાંથી 176 બાળકો પરત ફર્યા.

ગુમ થયેલા બાળકો બાબતે ગૃહમાં રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ગૃહને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યમાં જે બાળકો ગુમ થવાની ઘટનાઓ અને કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેમાં 90 ટકા બાળકો ગુમ થવા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર છે. જ્યારે ગુમ થયેલા બાળકોમાં કોઈના પણ અંગ કાઢી લેવાના એક પણ કિસ્સા નોંધાયા નથી.

ABOUT THE AUTHOR

...view details