ગાંધીનગર: રાજ્યસભાની ચૂંટણીમાં બપોરે 01.15ની આસપાસ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મતદાન કર્યુ હતું. ત્યારબાદ CM રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે ભાજપના ધારાસભ્યો તોડવાની ઘણી કોશિશ કરી હતી, પણ અં તેમને નિષ્ફળતા મળી હતી. આજે યોજાયેલી ચૂંટણીમાં CM વિજય રૂપાણી સાથે નાયબમુખ્ય પ્રધાન નીતિન પટેલે પણ મતદાન કર્યુ હતું.
કોંગ્રેસે ભાજપના ધારાસભ્ય તોડવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ નિષ્ફળ થયા: CM રૂપાણી - ગાંધીનગર ન્યૂઝ
આજે રાજ્યસભાની ચૂંટણી યોજાઈ છે, જેમાં ધારાસભ્યો મતદાન કરવા પહોંચ્યા હતા. બપોરે લગભગ 01.15ની આસપાસ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મતદાન કર્યુ હતું. ત્યારબાદ મુખ્યપ્રધાન રૂપાણીએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ મતદાનની પણ વાતો વહેતી હતી. જેમાં ભાજપ પક્ષના જ એક ધારાસભ્ય ક્રોસ મતદાન કરવાના હતા. પણ ભાજપ પક્ષે પ્રોક્સી મત ગોઠવીને ક્રોસ મતદાન અટકાવ્યું હતું. જે બાબતે CM રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે, ભાજપના ધારાસભ્ય કેસરી સોલંકીની તબિયત ખરાબ થઈ અને રાત્રે જ ઓપરેશન કરાવ્યું હતું. જેથી પ્રોક્ષી મત લેવાની જરૂર પડી.
જ્યારે રાજ્યસભાની ચૂંટણી દરમિયાન જ BTPના મત બાબતે બંને પક્ષો દ્વારા નિવેદન કરવામાં આવ્યા હતા અને હજુ સુધી BTP દ્વારા મતદાન નથી કરવામાં આવ્યું તે બાબતે સીએમ રૂપાણીએ ધારાસભ્યોને સંદેશ આપતા જણાવ્યું હતું કે, સરકાર આદિવાસી સમાજના વિકાસ માટે કટીબદ્ધ છે, ભાજપ સરકાર જ પૈસા એકટ લાવી હતી અને તેનો અમલ પણ કરવામાં આવી રહ્યો છે એટલે BTP ના મત ભાજપ ને જ મળશે.