ગુજરાત

gujarat

ETV Bharat / state

CAAથી સવાસો કરોડ લોકોમાંથી કોઈને તકલીફ પડવાની નથી : ગૃહપ્રધાન

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાનું આજે મળેલું એક દિવસીય સત્ર કેન્દ્ર સરકારના CAA બિલને સમર્થન આપવા માટે ખાસ કરીને બોલાવાયું હતું. સત્રની શરૂઆત રાજ્યપાલ દ્વારા કરવામાં આવી હતી. શરૂઆતથી જ કોંગ્રેસે શાસક પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા વોક આઉટ કરવામાં આવ્યો હતો. બીજી તરફ લોહીથી લખેલા પ્લેકાર્ડ પણ ધારાસભ્યે બતાવ્યા હતા. ત્યારે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, CAA ના કારણે સવાસો કરોડ દેશવાસીઓમાંથી કોઈને તકલીફ પડવાની નથી.

caa
ગાંધીનગર

By

Published : Jan 10, 2020, 9:36 PM IST

રાજ્યપાલનું પ્રવચન અને ત્યારબાદ મુખ્યપ્રધાનને SC STના 10 વર્ષ માટે લંબાવવામાં આવેલા અનામતનું બિલ મુકવામાં આવ્યુ હતુ. કોંગ્રેસ પક્ષ તુષ્ટિકરણની રાજનીતિ કરી રહ્યું છે. આ કાયદાથી કોઈ સમાજને કોઈ સમસ્યા ઉભી થવાની નથી. પાકિસ્તાનમાંથી આવેલા 2014 પહેલા ભારતમાં આવેલા લોકોને નાગરિકતા આપવામાં આવશે. જ્યારે ત્રણ ઇસ્લામિક રાષ્ટ્રમાંથી અલગ થયા બાદ પહેલા 400 જેટલા મંદિરો હતા. તે હાલમાં 20 જ રહ્યા છે.

CAA કાયદાથી સવાસો કરોડ લોકોમાંથી કોઈને તકલીફ પાડવાની નથી : ગૃહપ્રધાન

કોંગ્રેસે રાજનીતિ કરવા લોકોને ગુમરાહ કરવા માટે કહ્યું કે, CAA કાયદો આવવાથી તમારે તમારા પ્રમાણપત્ર આપવા પડશે. પણ વિધાનસભાના ફ્લોર પર કહેવામાં આવ્યું છે કે, આ કાયદાથી દેશના સવાસો કરોડ લોકોમાંથી કોઈ ને પણ કઈ તકલીફ પડવાની નથી. બિલના કારણે 10000 કરતા પણ વધારે લોકોને નાગરિકતા મળ્યા બાદ સન્માન પણ મળશે. અપક્ષ ધારાસભ્ય મેવાણીએ મુખ્યપ્રધાન બર્માથી આવ્યાં છે. પહેલા તે પ્રમાણપત્ર રજુ કરે તેવું જણાવ્યું હતુ. જેને લઇને કહ્યુ કે, મુખ્યપ્રધાને પોતાના જન્મ સ્થાન માટેનો જવાબ આપી દીધો છે. મુખ્યપ્રધાને જણાવ્યું કે મારી પાસે ભારતનો પાસપોર્ટ છે. ભારતના નાગરિક તરીકે મારો સમાવેશ થયેલો છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કહ્યુ હતુ કે,આજે ગૃહમાં 2 બિલ મુકવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારમાં લોકસભા અને રાજ્ય સભામાં બિલ લાવ્યા બાદ 50 ટકા રાજ્યોનું સમર્થન જોઈએ. તેમાં ગુજરાતે પહેલ કરી છે.
SC STની જરૂરિયાત સંતોષાય ત્યાં સુંધી એમને અનામત જરૂરી છે. કોંગ્રેસે ગેરબંધારણીય રીતે, રાષ્ટ્રીય હિતની વિરુદ્ધમાં CAAનો કાયદો બન્યો છે. તેમ સમગ્ર રાજ્યની જનતા અને ખાસ એક કોમને ગેરમાર્ગે દોર્યા છે. ગૃહમાં 120 મિનિટ ચર્ચા ચાલી પણ કોંગ્રેસ ચોક્કસ રીતે વાત રજૂ કરી શકી નથી. દલિત સમાજના કોંગ્રેસના ધારાસભ્ય પણ આ કાયદાનો વિરોધ કર્યો છે. દલિત સમાજને ગેર માર્ગે દોર્યા છે.

કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ગૃહપ્રધાન પ્રદીપસિંહના મુસ્લિમો પાસે 150 દેશ છે. આ નિવેદનને લઈને કહ્યું કે, અમારે તેનાથી કોઈ લેવા દેવા નથી અમે જિન્નાની થિયરી નકારી હતી. અમારે ઓપશન હોવા છતાં અમે ભારતમાં રહ્યા હતા. પાકિસ્તાનમાં હિન્દુ લઘુમતી પર હુમલા થાય છે તે બધા જાણે છે. હું ગૌરવ સાથે કહું છું કે, જ્યારે પણ અમારા મુસ્લિમો પર હુમલા થયા છે કે, કોઈ મુશ્કેલી આવી છે. ત્યારે હિંદુ સમાજ મદદે આવ્યો છે. પાકીસ્તાને ધાર્મિકતા સ્વીકારી તો ત્યાં કેવી પરિસ્થિતિ છે. સૌ જાણે છે તે કેટલો પછાત દેશ બની ગયો છે. ભારતે સર્વ ધર્મ ભાવનાથી બહુ આગળ છે. પરંતું CAA, NRC સાથે જ્યારે જોડવામાં આવે છે. ત્યારે લોકો વિરોધ કરે છે.

ABOUT THE AUTHOR

...view details