પાણી પુરવઠા વિભાગની 3 દિવસીય ચિંતન શિબિર યોજવામાં આવી હતી. જેમાં રાજ્યના દરેક ઘરે પાણી કઈ રીતે પહોંચાડવું, પાણીના દરેક ટીપાનો ઉપયોગ કઈ રીતે કરવો, જ્યારે પાણી રિયુઝ કઈ રીતે કરવું તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત આવનાર પ્રોજેકટ અને રાજ્યમાં હવે પીવાના પાણીની સમસ્યાઓના સર્જાય તે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
વર્ષ 2022 સુધીમાં રાજ્યના તમામ ઘરોમાં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત મળશે શુદ્ધ પાણી
ગાંધીનગરઃ PM નરેન્દ્ર મોદી દ્વારા મન કી બાતમાં પાણી બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેની રાજ્ય સરકાર દ્વારા પણ ખાસ નોંધ લેવામાં આવી હતી. રાજ્ય સરકારે આ બજેટમાં ‘નલ સે જલ’ યોજના બહાર પાડી છે. જેને ત્વરિત રીતે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ ધ્યાને લઈને 3 દિવસય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પાણી પુરવઠા વિભાગના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા હાજર રહ્યા હતા.
જેને લઈને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, 2022 સુધીમાં ગુજરાતમાં 100 ટકા ‘નલ સે જલ’ સંકલ્પ સાકાર કરી સૌની ઘરે શુદ્ધ પીવાલાયક પાણી પહોંચાડવામાં આવશે. PM નરેન્દ્ર મોદીના ‘નલ સે જલ’ના સપનાને પૂર્ણ કરવામાં ગુજરાત અન્ય વિકાસ કાર્યોની જેમ જ દેશનું મોડેલ બનશે.
રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતે પાણીની વ્યવસ્થામાં છેલ્લા 2 દાયકામાં અદ્યતન માળખાકીય સુવિધા વિક્સાવીને ગુજરાત વોટર ડેફિસિટ સ્ટેટની છાપ ભુલાવી દીધી છે. હવે રાજ્યના છેવાડાના માનવીને પણ પાણીની સરળ ઉપલબ્ધીના આયોજન નાણાના અભાવે અટકવા નહીં દેવાય.
રૂપાણીએ કોંગ્રેસ પક્ષ પર આક્ષેપ કર્યા હતા કે, આઝાદીના 60- 65 વર્ષ સુધી પીવાના પાણી, રસ્તા ,ગટર, લાઈટ જેવી પાયાની સુવિધાઓના આયોજન પૂરતા ન થયા હોય એ આપણી બદનસીબી છે. પરંતુ હવે PM નરેન્દ્ર મોદીની સરકારે આઝાદીની 75 મી વર્ષગાંઠ 2022 માં ઉજવીયે, ત્યાં સુધીમાં દેશને આવી સુવિધાઓ સંપૂર્ણતઃ પુરી પાડવા સાથે પાણીના રિસાયકલ રિયુઝ ટ્રીટેડવોટર નો ઉપયોગ વગેરે દ્વારા સમય સાથે ચાલી ને સાતત્ય પૂર્ણ વિકાસની નેમ રાખી છે.
રાજ્યના તમામ નાગરિકોને સૌને પૂરતુ પાણી શુદ્ધ પાણી પહોંચાડી આરોગ્યપ્રદ જીવન સ્વસ્થ તંદુરસ્ત સમાજ અને વ્યક્તિ નિર્માણ થકી વિકાસના નવા સીમાચિહ્નો મેળવવા પ્રેરણા આપી હતી. આ બેટકમાં પાણી પુરવઠાપ્રધાન કુંવરજી બાવળિયા, નર્મદા અને જળ સંપત્તિ સલાહકાર બી. એન. નવલાવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા.આ શિબિરમાં રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગના વરિષ્ઠ ઇજનેરોની ત્રિદિવસીય ચિંતન શિબિરના સમાપન હાજર રહ્યા હતા.