નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે કહ્યું કે, ગુજરાતના 59માં સ્થાપના દિવસથી રાજ્યના વેપારીઓ વિના રોકટોક 24 કલાક પોતાનો વેપાર કરી શકશે જેના કારણે રાત્રી દરમિયાન પણ નાગરિકોને જીવન-જરૂરિયાતની ચીજ વસ્તુઓ સરળતાથી મળી શકશે. જ્યારે સમગ્ર દેશમાં ગુજરાત આ પ્રકારનો નિર્ણય કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે.
રાજ્યમાં 24 કલાક દુકાનો ચાલુ રાખી વેપાર કરી શકાશે, રાષ્ટ્રપતિ આપી મંજૂરી - gujarati news
ગાંધીનગર: ગુજરાતના વેપારીઓની પ્રગતિ થાય તેને લઈને સરકાર દ્વારા 24 કલાક વેપાર-ધંધા ચાલુ રાખવા માટે વિધેયક મૂકવામાં આવ્યું હતું. જેને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે.
ગુજરાતીઓ સ્વાદના શોખીન હોય છે, અડધી રાત્રે પણ તેમને નાસ્તા કરવા જોઈતા હોય છે. આવા શોખીનો માટે હવે સારા સમાચાર આવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં 24 કલાક હોટેલ રેસ્ટોરન્ટ ચાલુ રહે તે માટે વિધેયક મૂકવામાં આવ્યું હતું. જેને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપી દીધી છે. બાબતની માહિતી આપતા નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે, જે લોકો પોતાનો કારોબાર 24 કલાક ચાલુ રાખવા માગતા હોય તેવા લોકો ચાલુ રાખી શકશે અને પોતાની કમાણી વધારી શકશે.
જ્યારે વેપારીઓ માટે ગુજરાત સરકારે જે ત્રણ વર્ષે લાયસન્સ રીન્યુ કરવામાં આવતું હતું. જે હવે એક જ વખત કરી દેવામાં આવ્યું છે. પરિણામે વેપારીઓને આ ઝંઝટમાંથી પણ મુક્તિ મળી રહેશે. 24 કલાકના નિર્ણયથી રાત્રી દરમિયાન મુસાફરી કરતા લોકોને પણ સમસ્યા નહીં રહે. હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને રાત્રી દરમિયાન તમામ ચીજ વસ્તુઓ મળી રહેશે. રાજ્યના સ્થાપના દિવસ થી વેપારીઓ પોતાના ધંધા રોજગારને વેગ આપી શકશે.