સાથે જ કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલે બેઠકની શરુઆથ પહેલા જ આદિવાસી સમાજના પ્રશ્નો અંગે વિધાનસભામાં ચર્ચા થાય તે માટેની પણ માંગણી કરી હતી. કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલ જણાવ્યું હતું કે, વિધાનસભાગૃહમાં આદિવાસી વિભાગની માંગ માટે ક્યારેય પૂરતો સમય ફાળવવામાં આવતો નથી અને ને સૌથી છેલ્લે તેમની ચર્ચાઓ રાખવામાં આવે છે. જ્યારે ભાજપ અને કોંગ્રેસના 28 ધારાસભ્યો આદિવાસી સમાજ માટે બોલવા ઈચ્છતા હોય છે, પરંતુ તેમને પૂરતો સમય મળતો નથી.
વિધાનસભા બજેટ સત્ર અગાઉ કામકાજ સમિતિ બેઠકનું આયોજન - Goverment of gujarat
ગાંધીનગરઃ મંગળવારથી વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થઈ રહી છે. ત્યારે આજે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષસ્થાને એક વિધાનસભાની કામકાજ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં કોંગ્રેસ દ્વારા વિધાનસભાના દિવસોમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલે
વધુમાં તેમણે જણાવ્યું કે, આજની બેઠકમાં આદિવાસી વિભાગ માટે બોલવા પૂરતો સમય મળે, બિલો પર ચર્ચા કરવામાં આવે અને વિધાનસભાના દિવસો વધારવામાં એવે તેવી માંગ કરવામાં આવશે.