શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે. શાહે કહ્યું કે, પરીક્ષામાં વિદ્યાર્થીઓને અનુકૂળતા રહે તે માટે ધોરણ 10 અને 12ની પરીક્ષામાં વિદ્યાર્થીઓ પોતાની વતનની નજીકનું પરીક્ષા કેન્દ્રમાં રાખી શકશે. તેઓ બોર્ડની સામાન્ય સભામાં નિર્ણય કરવામાં આવ્યો છે.
શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય, વતનની નજીકમાં પરીક્ષા સ્થળ રાખી શકાશે
ગાંધીનગર: ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સમિતિની આજે બેઠક યોજાઇ હતી. જેમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણયો લેવામાં આવ્યો હતા. બીજી તરફ કાગળ પર ચાલતી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવાના પણ નિર્ણય લેવામાં આવ્યા છે.
આજે ગુરુવારે માધ્યમિક શિક્ષણ બોર્ડની બેઠક મળી હતી. બેઠકમાં વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં નિર્ણય કરવામાં આવ્યા હતા. બોર્ડના ચેરમેન એ. જે. શાહે બેઠકને લઈને જણાવ્યું કે, રાજ્યમાં કેટલીક શાળાઓ પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ નોન ગ્રાન્ટેડ શાળાઓ પરીક્ષા લઇને વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી હોય છે. ત્યારે આવી પ્રવૃતિઓ ઉપર રોક લગાવવામાં આવી રહી છે. ધોરણ 10ના પરિણામ બાદ આ પ્રકારની પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવે. પરંતુ તે પહેલા ચાલુ કરવામાં આવશે તો કાર્યવાહી કરવામાં આવશે.
જ્યારે રાજ્યમાં જિલ્લામથકોએ વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવી શકે તે માટે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી હોસ્ટેલમાં રહીને પરીક્ષા આપવી પડતી હોય છે. તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓને ફાયદો થાય તે માટે આગામી પરીક્ષામાં વિદ્યાર્થીઓ પોતાના વતનની નજીકનુ ધોરણ 10 અને 12ની પરીક્ષામાં પરીક્ષા કેન્દ્ર રાખી શકશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.