12 ડિસેમ્બર 2017ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સી પ્લેન ત્યાર બાદ ધરોઈ ડેમ જોવા ગયા હતા. જે બાદ પરત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સી પ્લેનમાં જ આવ્યા હતા. ત્યારે આની ખૂબ જ ટીકા થઈ હતી. વિરોધ પક્ષ દ્વારા આ મુદ્દે સરકારને ઘેરવાનો ખૂબ જ પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાલમાં વડોદરા શહેરમાં મેઘરાજાએ ધુંઆધાર બેટિંગ કરતા વડોદરાવાસીઓ પોતાના ઘરમાંથી પાણી ને દૂર કરી શક્યા નથી.
ભાજપના પૂર્વ ધારાસભ્યે વોટ્સએપ ગ્રુપમાંથી કાર્યકરને રિમુવ કર્યા જાણો કેમ... - ગાંધીનગર
ગાંધીનગર: સોશિયલ મીડિયાએ દેશ અને દુનિયામાં આવિષ્કાર સર્જ્યો છે. એમાં પણ ખાસ કરીને વોટ્સએપ એપ્લિકેશને સોશિયલ મીડિયામાં ખૂબ જ અવિષ્કાર સર્જયોછે. સંસ્થાઓ અને વિવિધ સંગઠનો પોતાના ગ્રુપ બનાવી રહ્યા છે. ગાંધીનગર જિલ્લા ભાજપ દ્વારા ચાલતા એક ગ્રુપમાં એક કાર્યકરે ''પેલુ સી પ્લેન છે કે વેચી કાઢ્યું''વડોદરામાં જરૂર હતી. સંદેશ મુક્તા જ ગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય તેને રિમૂવ કર્યા હતા.
gandhinagar Etv bharat
ગાંધીનગર જિલ્લા ભાજપના વોટ્સએપ ગ્રુપમાં વડોદરાની સ્થિતિને જોઈ એક સંદેશ મુકવામાં આવ્યો હતો. સંદેશમાં જણાવ્યું હતું કે, પહેલુ સી-પ્લેન પડ્યું છે કે, વેચી કાઢ્યું ? વડોદરામાં જરૂર હતી !! આ મેસેજ મુકતાની સાથે જ ગાંધીનગર ઉત્તર ધારાસભ્ય આ ગ્રુપના એડમીન છે. તેમણે તુરંત જ કાર્યકરને ગ્રુપમાંથી રિમૂવ કર્યા હતા. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા. યુપીએ સરકારની યોજનાઓનો ખુબ જ વિરોધ કર્યો હતો.
Last Updated : Aug 4, 2019, 12:11 PM IST