ભાજપે વધુ 4 ઉમેદવાર જાહેર કર્યા, ભરતસિંહ સામે મિતેશ પટેલ મેદાનમાં
ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે BJPએ ગુજરાત માટે વધુ 4 ઉમેદવારોના નામની જાહરેતા કરી છે. જેમાં પાટણથી ભરતસિંહ ડાભી, જૂનાગઢથી રાજેશ ચૂડાસમા અને આંણદથી મિતેશ પટેલ, છોટા ઉદેપુરથી ગીતા રાઠવાને ટિકિટ આપવામાં આવી છે. તલાલા વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે જશા બારડની પંસદગી કરી છે.
ફાઈલ ફોટો
અગાઉ ભાજપે અમિત શાહનું નામ ગાંધીનગર સહિત 16 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. ગુજરાતની 26 બેઠકો માંથી 20 ઉમેદવારોના નામ ભાજપે જાહેર કરી દીધા છે. મહત્વનું છે કે, આંણદ બેઠક પર કોંગ્રેસના ભરતસિંહ સોંલકી અને મિતેશ પટેલ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે. તલાલા પેટાચૂંટણી માટે ભાજપે જશા બારડની પંસદગી કરી છે.
Last Updated : Mar 31, 2019, 1:14 PM IST