ગુજરાત

gujarat

ETV Bharat / state

ફરજિયાત શિક્ષક અને વિદ્યાર્થી હાજરી રહે તેવી સિસ્ટમ લાવીશું: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

ગાંધીનગરઃ સમગ્ર દેશમાં પાંચમી સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે મનાવવામાં આવે છે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. ગુજરાત રાજ્ય દ્વારા પણ આ દિવસે શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવે છે. ત્યારે શિક્ષક દિવસની પૂર્વ સંધ્યાએ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા તેમના રાજભવન ખાતેના નિવાસ્થાને શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષણ પ્રધાન ચુડાસમાએ કહ્યું કે ફરજિયાત વિદ્યાર્થી અને શિક્ષકની હાજરી વિના શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકાતી નથી. કાયઝાલા એપ્લિકેશનની જગ્યાએ અન્ય સિસ્ટમ લાવવામાં આવશે.

ફરજિયાત શિક્ષક અને વિદ્યાર્થી હાજરી રહે તેવી સિસ્ટમ લાવીશું: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

By

Published : Sep 5, 2019, 5:59 AM IST

રાજ્યના અલગ-અલગ જિલ્લામાંથી શિક્ષણ વિભાગ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકો પસંદ કરવામાં આવે છે. ત્યારબાદ તેમણે શિક્ષક દિવસના દિવસે સન્માનિત કરવામાં આવે છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા તેમના સરકારી નિવાસ સ્થાને શિક્ષકોને સહ પરિવાર બોલાવીને સન્માનિત કરાયા છે. ત્યારે બુધવારે 4 સપ્ટેમ્બરે શિક્ષક દિવસના રોજ સન્માનિત થનારા શિક્ષકોને સહ પરીવાર બોલાવવામાં આવ્યા હતા અને તેમને સન્માનિત કરાયા હતા. ત્યારે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, છેલ્લા ત્રણ વર્ષથી આ સિલસિલો શરૂ કરવામાં આવ્યો છે. શિક્ષકો સન્માનિત થાય ત્યારે તેમને ઉત્સાહ મળતો હોય છે.

ફરજિયાત શિક્ષક અને વિદ્યાર્થી હાજરી રહે તેવી સિસ્ટમ લાવીશું: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

રાજ્યના પ્રાથમિક શિક્ષકો અને શિક્ષક સંઘ દ્વારા કાયઝાલા એપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. 5 સપ્ટેમ્બર ના દિવસથી એપ્લિકેશન ફરજિયાત કરવામાં આવી હતી. આ બાબતે શિક્ષણ પ્રધાને કહ્યું કે શિક્ષક અને વિદ્યાર્થીની પૂરતી હાજરી હોવી જરૂરી છે. જો બંનેની હાજરી હશે તો જ સારું શિક્ષણ મળી શકશે. ત્યારે કાયઝાલા એપ્લિકેશનની જગ્યાએ શિક્ષક અને વિદ્યાર્થીને પુરતી હાજરી રહે તે પ્રમાણેની સિસ્ટમ આગામી સમયમાં લાવવામાં આવશે. જ્યારે ફેસબુક દ્વારા બનાવવામાં આવેલી એપ્લિકેશનનો આરંભ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details