ગાંધીનગર : ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગઈકાલે ધોળકા વિધાનસભાની ચૂંટણી રદ કરવામાં આવી છે. ધોળકા વિધાનસભા ચૂંટણી રદ થતા શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા હવે શિક્ષણ પ્રધાન અને ધારાસભ્ય રહેતાં નથી. ત્યારે પોતાનું પદ બચાવવા માટે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આ સાથે જ હાઇકોર્ટનો જ્યારે નિર્ણય આવ્યો ત્યારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, ભાજપ પક્ષ અઅને રૂપાણી સરકાર ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સાથે છે.
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો
ગુજરાત વિધાનસભાની 2017માં યોજાયેલી ચૂંટણીમાં શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની 327 મતોથી ઘોળકા વિધાનસભા બેઠક પરથી જીત થઇ હતી. જેને કોગ્રેસ ઉમેદવાર અશ્વિન રાઠોડે હાઇકોર્ટમાં પડકારી હતી. જેમાં હાઇકોર્ટ દ્વારા વિધાનસભાની ચૂંટણી રદ કરવાનો નિર્ણય આપ્યો છે. ત્યારે આજે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો છે.
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે નિવેદન આપવામાં આવ્યું હતું કે, મોવડી મંડળ સાથે અને ઉચ્ચ વકીલો સાથે ચર્ચા કર્યા બાદ સુપ્રીમ કોર્ટમાં જઈશું. ત્યારે હવે આજે જ બુધવારે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સુપ્રીમ કોર્ટમાં ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો છે ત્યારે હવે સુપ્રીમ કોર્ટના નિર્ણય પરથી નક્કી થશે કે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સરકારમાં રહેશે કે નહીં ?