ગાંધીનગર: ઉત્તરાખંડમાં આજે તારીખ 20/08ના રોજ રવિવારના દિવસે મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ઉતરી જવાથી એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ સર્જાયેલી દુઘર્ટનામાં 35 પ્રવાસીઓ માંથી 8 લોકોના મોત નિપજ્યા હતા અને 27 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. તેમની વિગતો અને જાણકારી માટે રાજ્ય સરકાર ઉત્તરાખંડ સરકારના રાહત કમિશનર સાથે સતત સંપર્કમાં છે.
Tourists from Bhavnagar die in Uttarakhand ભાવનગર શહેરના સંસ્કાર મંડળમાં આવેલી શ્રી હોલીડે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા ટ્રેન મારફતે કાશી વિશ્વનાથ ચારધામ યાત્રાએ મુસાફરોને લઈ જવામાં આવ્યા હતા. જેમાં દુર્ઘટનામાં મૃત્યું પામેલા અને ઇજાગ્રસ્તો ભાવનગરના છે. જેમાં કઠવા, તળાજા, ત્રાપજ, ભાવનગર અને મહુવાના મુસાફરો સામેલ હતા. જો કે આ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક હાલ કાશી જવા માટે રવાના થઈ ગયા છે. - રાજભા, ટ્રાવેલ્સ એસોસિયેશન
ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં રાજ્ય સરકાર : રાજ્યના રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું હતું કે, પ્રાથમિક માહિતી પ્રમાણે 8 ગુજરાતી પ્રવાસીઓના મૃત્યુ થયા છે અને 27 જેટલા પ્રવાસીઓ ઘાયલ થયા છે. ઉત્તરાખંડ રાજ્યના એસ.ડી.આર.એફ.ની બચાવ ટૂકડીઓ બચાવ રાહત કામગીરીમાં જોડાઈ છે અને ઇજાગ્રસ્ત પ્રવાસીઓને વધુ સારવાર માટે ઋષિકેશ લઈ જવાની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, જે પ્રવાસીઓના મૃત્યુ થયા છે તેમની વિગતો મેળવવા ઉત્તરાખંડ સરકાર સાથે ગુજરાત સરકાર સંપર્ક સાધિ રહ્યું છે.
- મીના બેન ઉપાધ્યાય (સ્ત્રી) ઉંમર- 51 વર્ષ
- ગણપત રાય મહેતા (પુરુષ) ઉંમર- 61 વર્ષ
- દક્ષા મહેતા (સ્ત્રી) ઉંમર – 57 વર્ષ
- રાજેશ મેર (પુરુષ) ઉંમર- 40 વર્ષ
- અનિરુદ્ર જોશી (પુરુષ) ઉંમર- 35 વર્ષ
- ગીગા બાઈ ભમર (પુરુષ) ઉંમર- 40 વર્ષ
- કરનજીત ભાટી (પુરુષ) ઉંમર- 29 વર્ષ
મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા લોકો અમારી ટુર્સના છે. પણ હજુ સુધી મૃત્યું પામેલા લોકોના નામ સામે આવ્યા નથી. પ્રવાસીઓમાં ત્રણ સુરતના અને બાકીના 28 ભાવનગર જિલ્લાના છે. મુસાફરો ટ્રેન મારફતે દિલ્હી પહોંચ્યા હતા અને દિલ્હીથી ઉતરાખંડની બસમાં ગયા હતા. 15 તારીખે અહીંથી બધા નીકળ્યા હતા અને 16 તારીખે દિલ્હી પહોંચ્યા હતા. 27 તારીખે રિટર્ન આવવાનો કાર્યક્રમ હતો. જો કે ગંગોત્રીથી પરત હોટલે આવતા સમયે આ ઘટના ઘટી હતી. - અમિત ગુપ્તા, માલિક, શ્રી હોલીડે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ,ભાવનગર
તમામ મુસાફરો ભાવનગરના રહેવાસીઓ હતા : ઉત્તરાખંડના રાહત કમિશનર પાસેથી મેળવેલી પ્રાથમિક માહિતી મુજબ આ ભાવનગરની એક ખાનગી ટ્રાવેલ્સની બસ દ્વારા આ 33 જેટલા પ્રવાસીઓ ઉત્તરાખંડ ગયા હતા અને ત્યાંથી સ્થાનિક ખાનગી પ્રવાસી બસ મારફતે આગળનો પ્રવાસ કરતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. ઉત્તરાખંડમાં રવિવારે સર્જાયેલી બસ દુર્ઘટનાના ગુજરાતી પ્રવાસીઓની જાણકારી અને વિગતો માટે રાજ્ય સરકારના ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ફોન 079 23251900 પર સંપર્ક કરી શકાશે તેમ રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું છે.
નેતાઓ ટ્વિટ કરીને સાંતવના પાઠવી રહ્યા છે : ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને સંવેદના વ્યક્ત કરી હતી. તેમજ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ ટ્વીટ કરીને ગુજરાત સરકારને વિનંતી કરી હતી કે કેન્દ્ર સરકાર, ગુજરાત અને ઉત્તરાખંડ સરકાર ત્વરિત જરૂરી બચાવ અને રાહતની કામગીરી કરે. ભાવનગરના ધારાસભ્ય સેજલબેન પંડ્યા સતત ઉત્તરાખંડ ખાતે ઉત્તરકાશી કલેકટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટનાં સંપર્કમાં છે. ઉત્તરાખંડમાં ઉત્તરકાશી ખાતે થયેલ બસ અકસ્માતમાં ઘાયલ લોકોના નામો, વધુ વિગત માંગવામાં આવી રહી છે.
8 લોકોના મોત નિપજ્યા :મળતી માહિતી મુજબ, ગુજરાતના યાત્રાળુઓથી ભરેલી બસ નંબર UK07PA-8585 ગંગોત્રી હાઈવે પર ગંગનાની પાસે ઉંડી ખીણમાં પડી ગઇ હતી. બસ ગંગોત્રી ધામથી ઉત્તરકાશી તરફ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. બસ ખાઈમાં પડતાની સાથે જ મુસાફરોમાં હોબાળો મચી ગયો હતો. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને બહાર કાઢવા લાગ્યા હતા.
- Accident on Gangotri highway : ઉત્તરાખંડના ગંગોત્રી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, મુસાફરોથી ભરેલી બસ ખાડામાં ખાબકતા 8 ગુજરાતીઓના થયા મોત
- Ujjain Triple Murder: નશામાં ધૂત વ્યક્તિએ પત્ની અને બે બાળકોની તલવારથી હત્યા કરી, પછી આત્મહત્યા કરી