ગાંધીનગરઃ અમદાવાદના મેમ્કો રહેતા ખુમાનસિંહ શંભુજી રાઠોડ પોતાના પરિવાર સાથે કપડવંજ તાલુકાના અમીરપુરા ગામેથી રીક્ષા નંબર GJ 01 TE 4224ને લઈને અમદાવાદ પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે દેવકરણના મુવાડાથી આગળ લાલુજીની મુવાડી રોડ ઉપર અચાનક રીક્ષા પલ્ટી ખાઈ ગઇ હતી. રીક્ષામાં એક ડ્રાઇવર સહિત પાંચ વ્યક્તિઓ સવાર હતા. રીક્ષા પલ્ટી જતા વર્ષાબેન જસુજી રાઠોડનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
દહેગામના લાલુજીની મુવાડી પાસે રીક્ષા પલટી જતા 4 ઘાયલ, એક મહિલાનું ઘટનાસ્થળે મોત - auto rickshaw accident
ગાંધીનગર જિલ્લાના દહેગામ ઉત્કેશ્વર જવાના મુખ્ય માર્ગ ઉપર રિક્ષા પલટી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર વ્યક્તિઓ ઘાયલ થયા હતા અને એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જેને લઇને મોટી સંખ્યામાં લોકોના ટોળે ઉમટી પડ્યા હતા.
દહેગામના લાલુજીની મુવાડી પાસે રીક્ષા પલટી જતા 4 ઘાયલ, એક મહિલાનું ઘટનાસ્થળે મોત
જ્યારે રીક્ષામાં સવાર ખુમાજી શંભુજી રાઠોડ, હંસાબેન ખુમાનસિંહ રાઠોડ, ગોવિંદભાઈ રિક્ષાવાળા મીનાબેન અને અશોક સિંહ રાઠોડને ગંભીર ઇજાઓ થતા 108 મારફતે સારવાર માટે લઈ જવાયા હતા. રિક્ષાના કુડચે કુડચા થઈ જવા પામ્યા હતાં. બનાવને લઇને ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં. આ પરિવાર અમદાવાદના મેમ્કો વિસ્તારમાં રહેતા હતા અને કપડાં તાલુકાના અમીરપુરા ગામેથી અમદાવાદ જઈ રહ્યા હતા.