ગુજરાત

gujarat

ETV Bharat / state

ગેહલોતના નિવેદન પર CM રૂપાણીની પ્રતિક્રિયા કહ્યું- 6.5 કરોડ ગુજરાતીઓનું અપમાન - Vijay Rupani

ગાંધીનગર : રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે જાહેરમાં નિવેદન આપ્યું કે, ગુજરાતમાં દારૂબંધી નહીં, પરંતુ ગુજરાતમાં ઘરે-ઘરે દારૂ પીવાય છે. આ નિવેદન બાદ ગુજરાતમાં રાજકીય ગરમાવો આવ્યો છે. જેને લઇને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત પર વળતો પ્રહાર કરીને જણાવ્યું હતું કે, અશોક ગેહલોતે આ નિવેદનથી ગુજરાતની 6.5 કરોડની જનતાનું અપમાન કર્યું છે.

etv bharat

By

Published : Oct 7, 2019, 3:08 PM IST

Updated : Oct 7, 2019, 3:18 PM IST

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતના નિવેદન બાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગુસ્સામાં આવી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, અશોક ગેહલોતે ગુજરાતીઓનું અપમાન કર્યું છે. તેઓએ જે નિવેદન આપ્યું છે. તેનાથી ગુજરાતીઓની લાગણી દુભાઈ છે. તમામ ગુજરાતીઓને દારૂડિયા તરીકે ગણાવ્યા છે. તેમને આ શોભતું નથી.આ નિવેદનને લઈને ગુજરાતની જનતા અશોક ગેહલોતને માફ નહીં કરે, તેેણે માફી માગવી પડશે. આ સાથે જ લોકસભાની ચૂંટણી અને રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસની એક પણ સીટ ન મળતા કોંગ્રેસના નેતાઓ પોતાનું ભાન ભૂલી ગયા છે. તેવો હજુ ભાનમાં આવ્યા નથી. તેવું નિવેદન રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કર્યું હતું.

અશોક ગેહલોતે ગુજરાતને દારૂડિયા કહીને 6.5 કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું : CM રૂપાણી


ઉલ્લેખનીય છે કે, ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે આપેલા નિવેદનને લઈને સમગ્ર દેશ અને વિશ્વમાં ગુજરાતની છબી ખરડાઇ છે. તેને લઈને રાજ્યના મુખ્યપ્રધાન ગુસ્સે થયા હતા.

Last Updated : Oct 7, 2019, 3:18 PM IST

ABOUT THE AUTHOR

...view details