દિવાળી તહેવારમાં રાજ્ય સરકારનો નિર્ણય: ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી મહિલા કેદીઓના આઠ દિવસીય પેરોલ મંજૂર કર્યા - કેદીઓએ ઉજવી પરીવાર સાથે દિવાળી
ગાંધીનગરઃ દિવાળીનું પર્વ કેદીઓ પણ તેમના પરિવાર સાથે રહીને ઉજવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા સંવેદનશીલ નિર્ણય લીધા છે. જેમાં રાજ્યમાં જેલોમાં કેદી તરીકે રહેલાં ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી મહિલાઓને 8 દિવસના પેરોલ આપવામાં આવ્યા છે.
દિવાળી તહેવારમાં રાજ્ય સરકારનો નિર્ણય: ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી મહિલા કેદીઓના આઠ દિવસીય પેરોલ મંજૂર કર્યા
રાજ્ય સરકારના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે દિવાળીના શુભ પર્વે કેદીઓની કલ્યાણ પ્રવૃત્તિ તથા જેલ સુધારણાના ભાગરૂપે દિવાળીના તહેવાર નિમિત્તે ૬૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતી મહિલા કેદીઓ તેના કુટુંબીઓ સાથે ખુશાલી પૂર્વક તહેવારની ઉજવણી કરી શકે તે હેતુસર ધનતેરસના દિવસથી 25 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી કુલ આઠ દિવસ માટે નિયમ અનુસાર યોગ્ય શરતોને આધીન જામીન લઇને પેરોલ પર જઈ શકશે.