ગુજરાત

gujarat

ETV Bharat / state

પદ્મ પુરસ્કારની જાહેરાત, 4 ગુજરાતીઓનો સમાવેશ - પદ્મભૂષણની યાદી

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ પુરસ્કારની જાહેરાત થઈ છે. જે હેઠળ વિશેષ યોગદાન આપનારા નાગરિકોને પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પદ્મ એવોર્ડથી ગુજરાતના 5 વિખ્યાત લોકોને સન્માનિત કરવામાં આવ્યા છે.

સન્માનિત
પદ્મ પુરસ્કાર

By

Published : Jan 25, 2021, 11:07 PM IST

  • કેશુભાઇ પટેલને પદ્મભૂષણ
  • મહેશ-નરેશ કનોડિયાને મરણોત્તર સંયુક્ત પદ્મશ્રી પુરસ્કાર
  • કવિ દાદુદાન ગઢવી, ચંદ્રકાંત મહેતા અને ફાધર વાલેસને પદ્મશ્રી

ન્યૂઝ ડેસ્ક : પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ પુરસ્કારની જાહેરાત થઈ છે. જે હેઠળ વિશેષ યોગદાન આપનારા નાગરિકોને પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પદ્મ એવોર્ડથી ગુજરાતના 5 વિખ્યાત લોકોને સન્માનિત કરવામાં આવ્યા છે.

કેશુ બાપાને પદ્મભૂષણ

ગુજરાતના સ્વ.કેશુભાઈ પટેલને મરણોત્તર પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરાયા છે. આ સાથે જ સ્વ.નરેશ કનોડિયા અને સ્વ.મહેશ કનોડિયાને મરણોત્તર સંયુક્ત પદ્મશ્રી પુરસ્કાર અપાયો છે, જ્યારે દાદુદાન ગઢવી,ચંદ્રકાંત મહેતા અને ફાધર વાલેસને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા છે.

કેશુબાપાએ ભાજપને અપાવી હતી રાજ્યમાં સરકાર

આજે ભાજપ સૌથી મોટું સંગઠન ધરાવતી પાર્ટી બની છે, પરંતુ આ જ પાર્ટીની પ્રથમ સરકાર કેશુભાઈના નેતૃત્વમાં બની છે. 1990માં ભાજપે ચીમનભાઈ પટેલના પક્ષ જનતા દળ સાથે સમજૂતી કરી હતી. જેમાં ચીમનભાઈના પક્ષને ભાજપ કરતા 3 બેઠકો વધારે મળી હતી. જેથી મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલને બનાવવામાં આવ્યા હતા, પરંતુ 1995ની ચૂંટણીઓમાં ભાજપે કોઈ પક્ષ સાથે બેઠકોની સમજૂતી કર્યા વિના કેશુભાઈના નેતૃત્વમાં 121 બેઠકોની પૂર્ણ બહુમતી મેળવી હતી.

પદ્મ પુરસ્કારની જાહેરાત, 4 ગુજરાતીઓનો સમાવેશ

મહેશ-નરેશ કનોડિયાને મરણોત્તર સંયુક્ત પદ્મશ્રી પુરસ્કાર

મહેશ અને નરેશ કનોડિયાની બેલડી મહેસાણા જિલ્લાના ચાણસ્મા તાલુકામાં કનોડા ગામની છે. આ બન્ને ભાઈઓ કનોડાથી પાટણ, અમદાવાદ અને ત્યાંથી મુંબઈ ગયા હતા, જ્યાં આકરી મહેનત કરીને દક્ષિણ મુંબઈમાં ઘર વસાવ્યું હતું. ત્યાર બાદ મહેશ કુમાર એન્ડ પાર્ટી નામે ઓર્કેસ્ટ્રા વસાવી બન્ને ભાઈઓએ સાથે જ સંસદ સુધીની સફર કરી હતી. સમગ્ર જીવન સાથે રહેનારા બન્ને ભાઈની આ બેલડીને મરણોત્તર સંયુક્ત પદ્મશ્રી પુરસ્કાર અપાયો છે. ઉલ્લેખનીય છે કે, 25 ઓક્ટોબરના મહેશ કનોડિયાનું અવસાન થયું હતું અને તેના 2 દિનસ બાદ 27 ઓક્ટોબરે નરેશ કનોડિયાએ પણ આ દુનિયાને વિદાય આપી હતી. સમગ્ર જીવન સાથે રહેનારા આ બન્ને ભાઈઓએ દુનિયા પણ સાથે જ છોડી હતી.

કવિ દાદુદાન ગઢવી, ચંદ્રકાંત મહેતા અને ફાધર વાલેસને પદ્મશ્રી

કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલી યાદીમાં ગુજરાતી દાદુદાન ગઢવીને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના વતની અને હાલ જૂનાગઢમાં વસવાટ કરનારા દાદુદાન ગઢવીને પદ્મશ્રી મળતાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે ખુશીનો માહોલ છવાયો છે. આ સાથે જ કળા અને શિક્ષણ ક્ષેત્રે યોગદાન બદલ ચંદ્રકાંત મહેતાને પણ પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે. આ ઉપરાંત મૂળ સ્પેનના અને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે મોટું નામ ધરાવતા ફાધર વાલેસને પણ પદ્મશ્રી એનાયત કરાયો છે. ઉલ્લેખનીય છે કે, ફાધર વાલેસનું તાજેતરમાં જ અવસાન થયું છે.

ABOUT THE AUTHOR

...view details