ઉમેદવારીપત્ર ભરવા સમયે યોજાનારો રોડ શૉ એક રીતે શક્તિ પ્રદર્શન હોવાથી તેને સફળ બનાવવા માટે ભાજપ કાર્યાલય પર બેઠકોનો સીલસીલો શરૂ થયો છે. સ્થાનિક આગેવાનો સાથે નેતાઓએ બેઠક યોજીને આ આયોજનમાં વધુમાં વધુ સંખ્યા ભેગી કરવામાં તેવા પ્રયત્ન કરવા આહ્વાન કરકવામાં આવ્યું છે.
અમિત શાહ 30મી એ નામાંકન ભરશે, ભવ્ય રૉડ શૉ યોજશે - gandhinagar
ગાંધીનગર: લોકસભાના ભાજપના ઉમેદવાર અમિત શાહ ૩૦મી માર્ચે ઉમેદવારી પત્ર ભરવા ગાંધીનગર આવશે. નિશ્ચિત કાર્યક્રમ મુજબ તેઓ ગાંધીનગરના ભાજપ કાર્યાલયથી ગાંધીનગર કલેક્ટર કચેરી સુધી ભવ્ય રોડ શૉ કરશે. બહોળી સંખ્યામાં ઢોલ નગારા સાથે કાર્યકર્તાઓ અને આગેવાનો તેમાં જોડાશે. 30મી માર્ચના વિજય મુહૂર્તમાં અમિત શાહ ઉમેદવારીપત્ર ભરશે.
ફાઈલ ફોટો
આ બેઠક માત્ર ગુજરાતમાંજ નહીં સમગ્ર દેશ માટે પ્રતિષ્ઠાનો સવાલ છે. તેથી આ બેઠક પર લડી રહેલા અમિત શાહને જંગી લીડ સાથે જીતાડવા માટે ભાજપ નેતાઓએ કમર કસી છે.