ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગરની સિવિલમાં શોર્ટસર્કિટની આશંકાએ દર્દીઓને અચાનક ખસેડાયા - civil hospital

ગાંધીનગરઃ શહેરમાં આવેલી સિવિલ હૉસ્પીટલમાં આઠ માળની બિલ્ડીગમાં સોમવારે સાંજે 6 વાગ્યે અચાનક વોર્ડના દર્દીઓ અને અન્ય સામાનને બીજી જગ્યાએ ખસેડવામાં આવતા સૌ કોઈ અંચબામાં પડી ગયા હતા.

ગાંધીનગર સિવિલના વોર્ડ ખાલી કરાયા

By

Published : Apr 16, 2019, 2:09 AM IST

હૉસ્પીટલમાં અચાનક આ કામગીરી કરવામાં આવી કારણે કે, ઇન્દોર બિલ્ડિંગમાં ડાબી બાજુના ખૂણા ઉપર આવેલ સ્પેશિયલ રૂમની બહારના ભાગમાં ખોદકામ ચાલુ કરવામાં આવ્યુ હતું. કારણ કે, બિલ્ડીંગની નીચે ઇલેક્ટ્રિક લાઈન પસાર થઈ રહી છે. જેની ઉપરથી ગટર પસાર થતી હોવાથી ગટર છાશવારે ઉભરાઇ રહી છે. તો ઇન્દોર બિલ્ડિંગની છતમાંથી વારંવાર પાણી ટપકતું હોવાથી ભુગર્ભમાં જ શોટ-સર્કિટ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. જેથી હાલમાં સિવિલના ઈન્દોર બિલ્ડિંગમાં આવેલ વોર્ડને ખાલી કરવામાં આવ્યું હતું.

આ કામ કરવામાં આવતા રાજ્યના પાટનગરમાં સિવિલ હૉસ્પિટલની બે બિલ્ડીંગ બનાવવામાં આવી તેમાં ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યાની શંકા વર્તાઈ રહી છે. બિલ્ડિંગ ખાતમુહૂર્ત સમયથી જ દર્દીઓ કે સ્ટાફ માટે સફળ રહી નથી. વારંવાર દરેક રૂમની છતમાંથી પાણી ટપકવાની સમસ્યાઓ સાથે રહેવાની દર્દીઓએ આદત પાડી દીધી છે.

ગાંધીનગરની સિવિલમાં દર્દીઓને અચાનક ખસેડતા સૌ કોઈ અંચબામાં

ગાંધીનગરથી અમદાવાદ સિવિલમાં દર્દીઓને ટ્રાન્સફર કરવાની બાબત નવાઈ ભરી નથી, પરંતુ હાલમાં ચાલી રહેલા કામને લીધે આઈસીયુમાં રહેલા મોટાભાગના અને ગંભીર ગણવામાં આવે તેવા દર્દીઓને પણ અમદાવાદ રિફર કરી દેવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details