રૅલી બાબતે વધુ જાણકારી આપતા રૅલીના આયોજનકર્તા નિતીન શાહે જણાવ્યું હતું કે, રેલીનુ મહત્વ ફક્ત વિશ્વમાં શાંતિ સ્થાપવા માટેનો છે. અમદાવાદના ગાંધી આશ્રમથી પ્રસ્થાન થઇને લંડનના આંબેડકર ભવન ખાતે રૅલી પૂર્ણ કરવામાં આવશે. આ રૅલીમાં પુલવામામાં શહીદ થયેલા તથા અન્ય આતંકી ઘટનામાં શહીદ થયેલા જવાનોના પુત્રોને રૅલીમાં જોડવામાં આવશે.
જ્યારે ગુજરાતથી રૅલી નીકળીને રાજસ્થાનમાં પ્રવેશ કરશે, ત્યારે રાજસ્થાનના IPS અધિકારીઓ રૅલીમાં જોડાશે તથા રૅલીને સ્પેશ્યલ પાયલોટીંગ પણ કરશે. આમ ગુજરાતથી રૅલી નીકળીને રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યમાં ફરીને ભુતાન તરફ જશે.
વિશ્વ શાંતિનો સંદેશો આપવા અમદાવાદથી લંડન કાર રૅલી યોજાશે, 45 દિવસમાં 15 દેશ ફરીને રૅલી પહોંચશે લંડન રૅલીના સહઆયોજનકર્તા બી. એમ. સુદે જણાવ્યું હતું કે, વિશ્વ શાંતિ રૅલીમાં 30 વ્યક્તિનું ગ્રુપ બનાવવામાં આવ્યું છે. જેમાં 5 નાના બાળકો કે જેઓ શહીદોના બાળકો છે. જ્યારે આ રૅલી 15 દેશોમાં થઇને પસાર થવાની છે. આ તમામ પ્રવાસમાં દરેક જગ્યાએ ભારતની એલચી કચેરીઓ રેલીનું સ્વાગત કરશે, સાથે જ ત્યાંના સ્થાનિક બુદ્ધિજીવીઓ સાથે વિશ્વની શાંતિ અંગેના વિષય પર ચર્ચા વિચારણા કરવામાં આવશે.
આ રૅલીમાં 10 જેટલી ગાડીઓ અમદાવાદથી લંડન સુધીના પ્રવાસમાં સાથે રહેશે, આ તમામ ગાડીઓને પ્રવાસના હેતુસર ખાસ રીતે શણગારવામાં આવી છે. આ ઉપરાંત, રૅલી જે જે દેશમાં જશે ત્યાં તમામ ગાડીઓ પર ભારત અને જે તે દેશના રાષ્ટ્રઘ્વજ ફરકાવવામાં આવશે. જેથી શાંતીનો સંદેશ સરળતાથી લોકો સુધી પહોંચાડી શકાય.
આમ, વિશ્વમાં શાંતિ સંદેશો આપતી રૅલીને અમદાવાદથી 1લી જુલાઇના રોજ ગાંધી આશ્રમથી લીલીઝંડી આપવામાં આવશે. જેમાં મુખ્યત્વે મહેમાન તરીકે રાજ્યના ગવર્નર ઓ. પી. કોહલી, વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, ચેરિટી કમિશ્નર વાય. એમ. શુક્લા સહિત રાજ્યના પૂર્વ DGP પી.પી. પાંડે હાજર રહેશે. ઉપરાંત અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પણ હાજર રહેશે.