ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Airport : સરકારી જેટનો સ્વાર્થ ખાતર ઉપયોગ કરતા કેપ્ટન ચૌહાણનો છીનવાયો ચાર્જ

ગુજસેલના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા કેપ્ટન અજય ચૌહાણ સરકારી જેટનો અંગત સ્વાર્થ ખાતર ઉપયોગ કરતાનો આરોપ લાગ્યા હતા. જેને લઈને સરકાર દ્વારા ફક્ત કેપ્ટન અજય ચૌહાણ પાસેથી ચાર્જ છીનવી લીધો છે.

Ahmedabad Airport : સરકારી જેટનો સ્વાર્થ ખાતર ઉપયોગ કરતા કેપ્ટન ચૌહાણનો છીનવાયો ચાર્જ
Ahmedabad Airport : સરકારી જેટનો સ્વાર્થ ખાતર ઉપયોગ કરતા કેપ્ટન ચૌહાણનો છીનવાયો ચાર્જ

By

Published : Feb 22, 2023, 9:54 AM IST

કેપ્ટન ચૌહાણનો છીનવાયો ચાર્જ

ગાંધીનગર :રાજ્ય સરકારને ગુજસેલના ડાયરેક્ટર કેપ્ટન અજય ચૌહાણ અનેકગણી સિદ્ધિ અપાવી ચૂક્યા છે, પરંતુ સરકારી વાહનનો ઉપયોગ અંગત સ્વાર્થ ખાતર કરતા હોવાની જાણકારી રાજ્ય સરકારને મળી હતી. જેને પગલે ગુજસેલના ડાયરેક્ટર પાસેથી કેપ્ટન અજય ચૌહાણનો ચાર્જ છીનવી લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ એરપોર્ટ ખાતે ગુજરાત સરકારના વિવિઆઈપી મુંમેન્ટ માટે ગુજસેલ યુનિટ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, રાષ્ટ્રપતિ સહિત વિવિઆઈપી રાજનેતાઓ અહીંયાથી ઉતરાણ કરતા હોય છે.

નીતિન સાંગવાનને ચાર્જ સોંપવાનો નિર્ણય : ત્યારે આ ખાસ ચાર્જ રાજ્ય સરકાર દ્વારા કેપ્ટન અજય ચૌહાણને આપ્યો હતો. પરતું સત્તાના દુરઉપયોગના આરોપ લાગ્યા હતા. જેમાં રાજ્ય સરકારે તાત્કાલીક ધોરણે કેપ્ટન અજય ચૌહાણ પાસેથી ચાર્જ લઈને ફિશરી વિભાગના નીતિન સાંગવાનને ચાર્જ સોંપવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :Bomb Threat on IndiGo Flight: આર્મી ઓફિસરે હૈદરાબાદ એરપોર્ટ પર બોમ્બ અંગે ખોટી આપી માહિતી

કેપ્ટન અજય ચૌહાણ પર શું લાગ્યા છે આરોપ :મળતી માહિતી મુજબ ગુજસેલના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા કેપ્ટન અજય ચૌહાણ પર અનેક પ્રકારના આરોપ લાગ્યા હોવાની વાતો વહેતી થઈ હતી. કેપટન અજય ચૌહાણ પોતાના અંગત સ્વાર્થ ખાતર સરકારી વાહનનો ઉપયોગ કરતા ઉપરાંત કેપ્ટન અજય ચૌહાણ પોતાના પરિવારજનોને બહાર ફરવા લઈ જવા માટે CM, રાજ્યપાલ માટે વપરાતા સરકારી જેટનો ઉપયોગ કરતા હતા. ત્યારે સરકાર દ્વારા ફક્ત કેપ્ટન અજય ચૌહાણ પાસેથી ચાર્જ લાઇ લેવામાં આવ્યો છે. તેમની સાથેનો ફિશરી વિભાગના નીતિન સાંગવાનને ચાર્જ સોંપવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :Ahmedabad News: અમદાવાદથી કેન્યા જતી ફ્લાઈટના 5 યુવકોના પાસપોર્ટ સાથે થયાં ચેડાં

સરકારે નથી કોઈ સત્તાવાર જાહેરાત :ગુજસેલના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા કેપ્ટન અજય ચૌહાણ પર અનેક પ્રકારના આરોપ લાગ્યા હોવાની વાતો વહેતી થઈ હતી, ત્યારે આ બાબતે સરકારના ઉચ્ચ અધિકારીઓ અને એવિએશન વિભાગ તરફથી અધિકારીઓ પર લાગવામાં આવેલ આરોપની કોઈ પ્રકારે પુષ્ટિ થઈ જ હતી ફક્ત વાતો જ વહેતી થઈ હતી. ઉલ્લેખનીય છે કે, વિવિઆઈપી મુંમેન્ટ માટે ગુજસેલ યુનિટ તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત રાજનેતાઓ અહીંયાથી ઉતરાણ કરતા હોય છે.

ABOUT THE AUTHOR

...view details