રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાંએ જણાવ્યું હતુ કે, રાજ્ય સરાકરની આજે કેબિનેટ બેઠક મળી હતી. જેમાં સર્વસંમતિથી નવરાત્રિ વેકેશન રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે.
રૂપાણી કેબિનેટનો યુ-ટર્ન, નવરાત્રિ વેકેશન રદ, જાણો કોંગ્રેસની પ્રતિક્રિયા - govt.
ગાંધીનગરઃ નવરાત્રિનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે, ત્યારે આ પર્વ નિમિત્તે રાજ્ય સરકારે શાળાઓમાં વેકેશન જાહેર કર્યુ હતુ. પરંતુ વિરોધ બાદ કેબિનેટની બેઠકમાં આ નિર્ણય પરત લેવાયો છે.
hd
આજે વહેલી સવારે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું હતુ. જેમાં નવ દિવસનું નવરાત્રિ વેકેશનની પણ જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ગણતરીના કલાકો બાદ મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય રદ્દ કરી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિનું વેકેશન જાહેર કરાતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેના કારણે સરકારે દિવાળીનું વેકેશન પુનઃ લંબાવીને નવરાત્રિનું વેકેશન રદ્દ કરવાનો નિર્ણય કરવો પડ્યો છે.
Last Updated : Jun 6, 2019, 4:47 PM IST