ગાંધીનગર : માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામ થોડાક દિવસો પહંલા જાહેર કરવામાં આવ્યાં હતાં. જો કે પરિણામ જાહેર થયા બાદ બોર્ડ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં બે વિષયમાં નાપાસ થયેલા વિધાથીઓને જુલાઈ માસમાં પરીક્ષા આપવાની રહેશે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ, કોમર્સ અને ઉત્તર બુનિયાદી જેવા એક વિષયમાં નાપાસ થયેલા વિધાથીઓને પરીક્ષા આપવાની રહેશે, નોંધનીય છે કે બોર્ડની વર્ષોથી ચાલી આવતી આ પરમ્પરા આ વર્ષે abvpના વિદ્યાર્થી સંગઠનને આંખના કણાની જેમ ખૂંચતા આ મામલે આજે શિક્ષણ બોર્ડની કચેરી ખાતે વિરોધ વ્યક્ત કર્યો હતો. જો કે યોગ્ય જવાબ નહી મળતાં તેઓએ શિક્ષણ બોર્ડના શિક્ષણ સચિવની ઓફિસમાં ઘેરાવો કર્યો હતો અને શિક્ષણ વિભાગ સામે સૂત્રોચાર કર્યાં હતાં.
ABVPએ કર્યો શિક્ષણ કચેરીએ પરીક્ષા મુદ્દે હોબાળો, સોશિયલ ડિસ્ટન્સના ચીંથરા ઉડ્યાં - education board
તાજેતરમાં રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કર્યું હતું અને પરિણામમાં જે વિધાથીઓ વિજ્ઞાન પ્રવાહમાં બે વિષયમાં અને સામાન્ય પ્રવાહના એક વિષયમમાં નાપાસ થયા હોય તેમને જુલાઈ માસમાં પૂરક પરીક્ષા આપવાની છે તેવા ગાંધીનગર abvp આજે શિક્ષણ બોર્ડ કચેરીનો ઘેરાવો કરીને સામાન્ય પ્રવાહમાં બે વિષયની પરીક્ષા લેવામાં આવે તેવી ઉગ્ર માગ કરી હતી.
શિક્ષણ બોર્ડના સચિવે વધુમાં જણાવ્યું હતું કે એક વિષય કે બે વિષયની પરીક્ષા લેવી તે નીતિ વિષયક નિર્ણય છે જેમાં શિક્ષણ બોર્ડ નિર્ણય ન કરી શકે અને આ નિર્ણય વર્ષોથી ચાલ્યો આવે છે. આજ દિન સુધી આ પ્રકારનું વિદ્યાથી સંગઠન દ્વારા આંદોલન કરવામાં આવ્યું નથી. આ પ્રથમ વખત આ પ્રકારની ઘટના બની છે. તો બીજી તરફ સૂત્રોનું એવું કહેવું છે કે ભાજપના સંગઠનમાં મોટા પાયે ફેરફાર થનારાં છે ત્યારે abvpના નેતાઓ પોતાનું સ્થાન ભાજપ સંગઠનમાં હાંસલ કરવા માટે આ પ્રકારના દેખાવો કરી રહ્યાં છે.