ગુજરાત

gujarat

ETV Bharat / state

સરગાસણના પૂર્વ સરપંચની બીજી પત્નીએ જ પ્રેમિકાનું કાસળ કાઢ્યું હતું - પત્નીએ પતિની પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી

ગાંધીનગરઃ શહેરના સરગાસણની સીમમાં 2 ઓક્ટોમ્બરે આશરે 40 વર્ષીય મહિલાની હત્યા થઈ હતી. આ કેસની તપાસમાં ગામના પૂર્વ સરપંચ  પત્નીની શંકાના આધારે પૂછપરછ થતાં અણધારો વળાંક આવ્યો છે. પૂર્વ સરપંચને મૃતક સાથે પ્રેમ સબંધ બંધાતા બીજી પત્નીએ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે.

પત્નીએ પતિની પ્રેમિકને મોતને ઘાટ ઉતા

By

Published : Oct 6, 2019, 11:06 AM IST

Updated : Oct 6, 2019, 11:37 AM IST

વાવોલ ગ્રીનસિટીમાં રહેતી મહિલા સોનલબેન વાઘેલા (45 વર્ષ) સરગાસણના પૂર્વ સરપંચ જસવંતજી ઠાકોરની બીજી પત્ની તરીકે રહેતી હતી. સોનલને પ્રથમ લગ્ન જીવનથી એક પુત્ર હતો. જે તેની સાથે જ રહેતો હતો. મૃતક બકુલાબેન ઠાકોરને પૂર્વ સરપંચ સાથે પ્રેમ સંબંધ હતા. જેની જાણ આરોપીને થતાં તેણે પતિ જશવંત સાથે ઝઘડો કર્યો હતો, અને મૃતક બકુલાને મારી નાખવાની ધમકી આપી હતી.

મૃતક બકુલાબેન પણ પોતાના 13 વર્ષના પુત્ર સાથે ચાર વર્ષથી સરગાસણમાં રહેતી હતી. બકુલા જસવંત ઠાકોરના ઘરે કચરા પોતુ કરવા જતી હતી. તે દરમિયાન બકુલાને જસવંત સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેની જાણ આરોપી સોનલને થતાં 2 ઓક્ટોબરે બકુલાને ખેતરમાં પકડી તેને મોતને ઘાટ ઉતારી હતી. આ ઘટના અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

પત્નીએ પતિની પ્રેમિકને મોતને ઘાટ ઉતારી

પ્રાથમિક તપાસમાં મૃતકે છેલ્લો ફોન પણ જશવંતને કર્યો હતો. જેમાં જશવંતે તેના અને સોનલ સાથેના ઝઘડા વિશે કરી હતી. આ જાણકારીના આધારે પોલીસે સોનલ સામે પુરાવા ભેગાં કરવાની તજવીજ હાથ ધરી હતી. જેના પગલે ફ્લેટના CCTVની તપાસ કરી હતી. જેમાં સોનલ એક સગીર સાથે સળીયા લઈને નીકળતી નજરે પડી હતી. ત્યારબાદ તેણે એક પેટ્રોલપંપથી થોડે દૂર કપડાં બાળ્યા હોવાના ફૂટેજ પણ પોલીસને મળ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, પૂર્વ સરપંચ જે. ડી. ઠાકોરને આરોપી સાથે 15 વર્ષથી પ્રેમ સંબંધ હતા. સોનલને બાસણ ગામે પરણાવી હતી. પરંતુ જસવંતે છુટ્ટાછેડા લેવડાવી તેને બીજી પત્ની તરીકે ઘરે લાવ્યો હતો. પ્રથમ પત્નીના ત્રણ સંતાનો અને સોનલના પ્રથમ લગ્નથી થયેલા પુત્ર એમ બે પત્નીઓ સાથે તે બે વર્ષ રહ્યો હતો. બંને પત્નીઓ વચ્ચે મનમેળ ન રહેતાં તેણે સોનલને વાવોલમાં ગ્રીનસિટી ખાતે ઘર લઈ આપ્યું હતું.

Last Updated : Oct 6, 2019, 11:37 AM IST

ABOUT THE AUTHOR

...view details