ગુજરાત

gujarat

ETV Bharat / state

COVID-19: રાજ્યમાં કુલ 929 કેસ પોઝિટિવ, 36 લોકોનાં મોત

ગુજરાતમાં કોરોના કહેર બનીને ખાબક્યો છે. રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા 929 થઈ છે. આ ઉપરાંત કુલ 36 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ 73 લોકોએ કોરોનાને માત આપી છે. જેથી તે તમામ લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.

etv bharat
COVID-19: રાજ્યમાં કુલ 871 કેસ પોઝિટિવ, 36 લોકોનાં મોત

By

Published : Apr 16, 2020, 10:20 AM IST

Updated : Apr 16, 2020, 8:57 PM IST

ન્યૂઝ ડેસ્ક: રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો 929 પહોંચ્યો છે, જ્યારે રાજ્યમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા 36 થઇ છે. આ ઉપરાંત કુલ 73 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ 21, સુરતમાં 10, રાજકોટ 8, વડોદરામાં 7, ગાંધીનગર 9, ભાવનગરમાં 10, ગીર-સોમનાથમાં 1, પોરબંદરમાં 3 અને પાટણમાં 4 સામેલ છે.

COVID-19: રાજ્યમાં કુલ 929 કેસ પોઝિટિવ, 36 લોકોનાં મોત

રાજ્યમાં કુલ 812 દર્દી સ્ટેબલ છે અને 08 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાંથી 73 લોકોએ કોરોનાને માત આપી છે. જેથી તે તમામ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.રાજ્યમાં 16 એપ્રિલને સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી કુલ 58 નવા કેસો નોંધાયા છે.

ગુજરાત કોરોના ટેસ્ટ કરવામાં ત્રીજા નંબરે આવે છે. પ્રથમ નંબરે કેરલ અને અને બીજા નંબરે મહારાષ્ટ્ર આવે છે.

ગત 24 કલાકમાં રાજ્યમાં 1706 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 163 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ ઉપરાંત અત્યાર સુધી રાજ્યમાં 20,903 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 929 કેસ પોઝિટિવ નોંધાયા છે.

ગુજરાતમાં કોરોના પોઝિટિવના કુલ 929 કેસ નોંધાયા છે. જેમાંથી 36 દર્દીઓનાં મોત થયાં છે.અમદાવાદમાં સૌથી વધારે 545 કેસ અને 17 મૃત્યુ નોંધાયા છે, ત્યારબાદ વડોદરામાં 128 કેસ અને 5 મૃત્યુ, સુરતમાં 88 કેસ અને 5 મૃત્યુ, ભાવનગરમાં 26 કેસ અને 3 મૃત્યુ, પાટણમાં 15 કેસ અને 1 મૃત્યુ, ગાંધીનગરમાં 17 કેસ અને 1 મૃત્યુ, રાજકોટમાં 28 કેસ, ભરૂચમાં 13 કેસ, આણંદમાં 25 કેસ, કચ્છમાં 4 કેસ અને 1મુત્યુ, પોરબંદરમાં 3 કેસ, છોટાઉદેપુરમાં 5 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ, મહેસાણામાં 4 કેસ, બનાસકાંઠામાં 6 કેસ, પંચમહાલમાં 6 કેસ અને 1 મોત, દાહોદમાં 2 કેસ જ્યારે મોરબી અને સાબરકાંઠામાં 1-1 કેસ નોંધાયા છે. તેમજ બોટાદમાં 15 અપ્રિલના રોજ પ્રથમ કેસ નોંધાતા બોટાદમાં 1 કેસ અને 1 મુત્યુ, ખેડામાં 2 કેસ, જ્યારે નર્મદામાં 6 કેસ નોંધાયા છે. તેમજ અરવલ્લીમાં 16 એપ્રિલના રોજ પ્રથમ કેસ નોધાતા 1 કેસ નોંધાયો છે. આ ઉપરાંત જામનગરમાં 1 બાળકનું મોત નિપજ્યું છે.

રાજ્યમાં 929 કેસ પોઝિટિવ, 36ના મોત

Last Updated : Apr 16, 2020, 8:57 PM IST

ABOUT THE AUTHOR

...view details