ગુજરાત

gujarat

ETV Bharat / state

શ્રમિકો માટે વધુ 30 ટ્રેન દોડશે, તમામ કલેક્ટરને શ્રમિકોની માહિતી માટે આપી સૂચના - PMO

કોરોના વાઇરસના કારણે થયેલા લૉક ડાઉનમાં અન્ય રાજ્યના હજારો શ્રમિકો ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લામાં ફસાયેલાં છે ત્યારે આ તમામ સૈનિકો પોતાના રાજ્યમાં જવા માટે રાજ્ય સરકારે વિશેષ પેકેજની વ્યવસ્થા કરી છે. જેમાં આવનારા દિવસોમાં વધુ 30 જેટલી શ્રમિક સ્પેશિયલ ટ્રેનો યુપી, બિહાર, દિલ્હી, ઓડિશા જેવા રાજ્યો તરફ દોડાવવામાં આવશે

શ્રમિકો માટે વધુ 30 ટ્રેન દોડશે, તમામ કલેકટરને શ્રમિકોની માહિતી માટે આપી સૂચના
શ્રમિકો માટે વધુ 30 ટ્રેન દોડશે, તમામ કલેકટરને શ્રમિકોની માહિતી માટે આપી સૂચના

By

Published : May 6, 2020, 3:56 PM IST

ગાંધીનગર : અત્યાર સુધીમાંં 39 ટ્રેનને લીલી ઝંડી આપીને અન્ય રાજ્યમાં મોકલી દેવામાં આવી છે. આ બાબતે જાણકારી આપતાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચીવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે રાજ્યના અલગઅલગ જિલ્લામાંથી અત્યાર સુધીમાં કુલ 39 જેટલી શ્રમિક ટ્રેનને લીલીઝંડી આપીને રવાના કરવામાં આવી છે. આ સાથે જ આવનાર દિવસોમાં હજુ 30 જેટલી વધુ શ્રમિકો સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે.

રાજ્યના અલગઅલગ જિલ્લામાં ફસાયેલા લોકોને પોતાના વતન પહોંચાડવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તમામ કલેકટરોને શ્રમિકોની માહિતી ભેગી કરવાની સૂચના આપી છે. ઉપરાંત જે તે સમયે કોને કયા રાજ્યમાં કયા જિલ્લામાં જવું છે તે પ્રમાણેની સૂચના ભેગી કરીને ખાસ સ્પેશ્યલ ટ્રેન તે રીતે દોડાવી શકાય તે બાબતે પણ આયોજન માટેની સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે શ્રમિકો પોતાના વતન જવા માટે હવે રોડ રસ્તા પર ઉતરી ગયાં છે અને રાજ્ય સરકાર તેમને વ્યવસ્થા કરી આપે તેવી પણ બાંગ પોકારી છે ત્યારે રાજ્ય સરકારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર તમામ શ્રમિકોને પોતાના વતનમાં જવા માટેની વ્યવસ્થા કરી રહી છે સમયબદ્ધ આયોજન પણ થઈ રહ્યું છે. પરંતુ આ કામ જટિલ હોવાના કારણે કોઈપણ રસ્તા ઉપર ન આવે, કોઈ પણ સમયે અને પોતાના વતન જવા માટે રોકવામાં આવશે નહીં તમામને વતન મોકલવામાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

ABOUT THE AUTHOR

...view details