ગુજરાત

gujarat

ETV Bharat / state

વરસાદી માહોલ બાદ આરોગ્ય વિભાગની 850 ટીમ ઓન ફિલ્ડ પર કાર્યરત

ગાંધીનગરઃ રાજ્યના અનેક વિસ્તારોમાં થોડા દિવસોમાં અતિભારે વરસાદ પડતા અનેક શહેરો અને વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સ્થાનિક તંત્રની મદદથી અનેક વિસ્તારોમાં પાણી તો સુકાઈ ગયા હતા, પરંતુ રોગચાળો વકરે નહીં તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી 850 જેટલી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘરે જઈને ચેકિંગ હાથ ધરાશે.

Minister of State for Health

By

Published : Aug 6, 2019, 7:03 PM IST

રાજ્યકક્ષાના આરોગ્યપ્રધાન કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, વરસાદી માહોલ બાદ રાજ્યમાં રોગચારો વકરે નહીં તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને બરોડા, સુરત, નવસારીમાં અમુક ગણતરીના કલાકોમાં 15 થી 22 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેને લઈને વડોદરા, સુરતના અને નવસારીના અનેક વિસ્તારોમાં કેડ સમાં પાણી ભરાઈ ગયા હતા. જેથી પાણીના નિકાલ બાદ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક કાદવ અને ગંદકી દૂર કરી લીધા બાદ આરોગ્ય વિભાગ દ્વારા ખાસ ડોક્ટરોની ટિમને ગ્રાઉન્ડ લેવલે મૂકીને આરોગ્યના તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

રાજ્યકક્ષાના આરોગ્યપ્રધાન કુમાર કાનાણી

આરોગ્ય વિભાગની ક્યાં કેટલી ટિમ કાર્યરત છે...

  • વડોદરામાં 34 મેડિકલ ઓફિસર અને 310 પેરામેડીકલ ટીમ
  • વલસાડમાં 76 મેડિકલ ઓફિસર અને 585 પેરામેડીકલ ટીમ
  • રાજકોટમાં 35 મેડિકલ ઓફિસર અને 276 પેરામેડીકલ ટીમ
  • ભરૂચમાં 69 મેડિકલ ઓફિસર અને 365 પેરામેડીકલ ટીમ
  • સુરતમાં 30 મેડિકલ ઓફિસર અને 90 પેરામેડીકલ ટીમ
  • આણંદમાં 240 મેડિકલ ટીમ, 48 મેડિકલ ઓફિસર અને 499 પેરામેડીકલ ટીમ

આમ સમગ્ર રાજ્યમાં 181 મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્યપ્રધાન કાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના આરોગ્ય વિભાગે જ્યાં વધુ પ્રમાણમાં વરસાદ પડ્યો છે. તેવા વરસાદી વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો ભય હોવાને કારણે આરોગ્ય વિભાગે 850 સર્વેલન્સ ટીમ બનાવી છે. જેમાં સુરત, રાજકોટ, વડોદરા, ડાંગ, આણંદ, નવસારી, વલસાડમાં કુલ 181 ટીમો કાર્યરત છે.

ABOUT THE AUTHOR

...view details