ગુજરાત

gujarat

ETV Bharat / state

ચૂંટણી પહેલા ગાંધીનગરની 83 મહિલા કર્મચારીઓએ કર્યું મતદાન

ગાંધીનગર: રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે 23 એપ્રિલે મતદાન યોજાશે. તે પહેલા આજે સમગ્ર રાજ્યમાં પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું હતું. ગાંધીનગર ઉત્તર અને દક્ષિણ, દહેગામ, માણસા અને કલોલ વિધાનસભા બેઠક પર મતદાન યોજવામાં આવ્યું હતું. શહેરના સેક્ટર 23માં આવેલી એક ખાનગી શાળામાં મતદાનમથક રાખવામાં આવ્યું હતું. જેમાં 83 મહિલા કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

By

Published : Apr 13, 2019, 10:24 AM IST

સ્પોટ ફોટો

ગાંધીનગરના પ્રાંત ઓફિસર અને ચૂંટણી કામગીરી સંભાળતા ARO જે એમ ભોરડીયા જણાવ્યું કે, લોકસભા મતદાનને લઈને ગાંધીનગરના સેક્ટર 23માં આવેલી કોલેજમાં પોસ્ટલ બેલેટથી સ્ટાફ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. મતદાન કેન્દ્રો ઉપર 83 મહિલાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તમામ મહિલાઓ 23 એપ્રિલના રોજ ચૂંટણીમાં ફરજ બજાવશે. જેમાં ગાંધીનગર નોર્થમાં 300 જેટલા આઈડીસી પ્રોવાઈડ કરવામાં આવ્યા છે. જે મહિલા કર્મચારી ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવવાના છે. તેમણે પોતાના મતનો ઉપયોગ આજે કર્યો હતો. આ તમામ પ્રક્રિયા બાદ મત મતપેટીમાં નાખવામાં આવ્યા હતા. જ્યારે આ મતપેટી એક સીલ કવરમાં ટ્રેઝરી કચેરીમાં જમા કરાવવામાં આવશે. આજે મહિલાઓ માટે મતદાન રાખવામાં આવ્યું હતું. જ્યારે આજરોજ પુરુષ કર્મચારીઓ માટે મતદાન યોજાશે.

મહિલા કર્મચારીઓએ કર્યું મતદાન
ચૂંટણી કામગીરીમાં સાંકળનાર 83 મહિલા મતદારોએ ભાગ લીધો હતો. જેમાં કલોલ વિભાગના 4, માણસા વિભાગના 9, ગાંધીનગર દક્ષિણના 70 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જ્યારે ગાંધીનગર ઉત્તર બેઠક પર એક પણ કર્મચારીએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું ન હતું. મતદાન પૂર્વે તમામ મહિલા કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી. ત્યારબાદ ચાર વાગ્યે મતદાન યોજાયું હતું.

ABOUT THE AUTHOR

...view details