વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન કોંગ્રેસ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, વર્ષ 31-5-2019 સુધી રાજ્યમાં ગ્રાહકો દ્વારા કુલ 10,647 ફરિયાદો દાખલ કરવામાં આવી છે. જે પૈકી 2,666 ફરિયાદોનો જ નિકાલ થયો છે. જ્યારે 7,981 ફરિયાદો પડતર હોવાનું સામે આવ્યું છે.
'જાગો ગ્રાહક જાગો', ગ્રાહકો તો જાગ્યા પણ તંત્ર ઘોર નિંદ્રામાં
ગાંધીનગરઃ ગ્રાહક બજારનો રાજા છે. દુકાનદાર અથવા વેપારીઓ દ્વારા ગ્રાહક સાથે કોઈ છેતરપિંડી કરે તો, સરકાર દ્વારા ગ્રાહક તકરાર નિવારણ ફોરમની રચના રવામાં આવી છે. જેની જાહેરાત બાદ ગ્રાહકો તો જાગી ગયા છે, પરંતુ તંત્ર હજુ જાગ્યું ન હોય તેવું લાગી રહ્યું છે. જે પૈકી ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં દાખલ થયેલી ફરિયાદો પૈકી 74.96 ટકા ફરિયાદોનો હજુ સુધી નિકાલ આવ્યો નથી.
વિધાનસભા
જ્યારે કેન્દ્રની ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં રાજ્યના ગ્રાહકો દ્વારા 10,979 ફરિયાદ કરવામાં આવી છે. જે દાખલ થયેલી ફરિયાદો પૈકી 922નો નિકાલ ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા કરવામાં આવ્યો છે. જ્યારે 1,057 જેટલી ફરિયાદો પડતર હોવાનું વિધાનસભા ગૃહમાં સામે આવ્યું હતું. છેલ્લા 2 વર્ષમાં કમિશનમાં પડતર ફરિયાદોની ટકાવારી 46.59 ટકા છે.
ક્યા જિલ્લામાં કેટલી ફરિયાદ પડતર અને કેટલી ફરિયાદનો ઉકેલ આવ્યો...
- કચ્છમાં 488 ફરિયાદ પૈકી 68નો નિકાલ, 420 પેન્ડીંગ
- ભરૂચમાં 234 પૈકી 53નો નિકાલ, 181 પેન્ડીંગ
- આણંદમાં 565 પૈકી 239નો નિકાલ, 326 પેન્ડીંગ
- અમદાવાદ ગ્રામ્યમાં 361 પૈકી 45નો નિકાલ, 316 પેન્ડીંગ
- રાજકોટમાં 501 પૈકી 109નો નિકાલ, 392 પેન્ડીંગ
- બનાસકાંઠામાં 297 પૈકી 214નો નિકાલ, 83 પેન્ડીંગ
- અમદાવાદ શહેરમાં 844 પૈકી 126નો નિકાલ, 718 પેન્ડીંગ