ગાંધીનગરાં : સેક્ટર-28 સ્થિત અને દેશભરમાં નામના ધરાવતી કલ્પતરુ પાવર ટ્રાન્જીક્શન લી.કંપનીમાંથી 2,44,96,345 રૂપિયાની ઉચાપત થઈ છે. કંપનીના પ્રોજેક્ટ મેનેજર દ્વારા છ જેટલા સબ કોન્ટ્રાક્ટરો સાથે મળીને આ ઉચાપત કરાઈ છે. જે મુદ્દે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં 7 લોકો સામે છેતરપીંડી, વિશ્વાસઘાત અને જાનથી મારી નાખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાઈ છે.
દેશમાં હાઈ ટેન્શન વીજ લાઇનના પોલ બનાવટી કલ્પતરૂ કંપનીનાં મેનેજર સહિત 7 લોકોએ 2.50 કરોડની ઉચાપત કરી
રાજધાની સેક્ટર-28 સ્થિત અને દેશભરમાં નામના ધરાવતી કલ્પતરુ પાવર ટ્રાન્જીક્શન લી.કંપનીમાંથી 2,44,96,345 રૂપિયાની ઉચાપત થઈ છે. કંપનીના પ્રોજેક્ટ મેનેજર દ્વારા છ જેટલા સબ કોન્ટ્રાક્ટરો સાથે મળીને આ ઉચાપત કરાઈ છે. જે મુદ્દે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં 7 લોકો સામે છેતરપીંડી, વિશ્વાસઘાત અને જાનથી મારી નાખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાઈ છે.
કલ્પતરૂ પાવર કંપની ખાતે આસીસ્ટન્ટ જનરલ મેનેજર રીષભ શ્રીનવલ ખન્નાએ સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં અશ્વીનીકુમાર શીવપુજન સીંગ (રહે-પકરી, આઝમગઢ, યુપી) 2014થી કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરતા હતા. એપ્રિલ-2018માં કંપનીને આઈઓસીએલ તરફથી પારાદીપ-હૈદરાબાદ 600 કિલોમીટર પાઈપ લાઈન પ્રોજેક્ટનું કામ મળ્યું હતું. અશ્વીનીકુમાર ઓરિસ્સાના બહેરામપુર ખાતે કંપનીની પેટા ઓફિસમાં બેસીને સંપૂર્ણ કામોની દેખરેખ રાખતા હતા. ઓક્ટોબર-2019માં કંપનીને ધ્યાને આવ્યું હતું કે અશ્વીનીકુમાર સીંગ પોતે રાખેલા પેટા કોન્ટ્રાક્ટરો સાથે મળીને ખોટા બીલો પાસ કરાવે છે. જેમાં તે કંપનીએ આપેલી મશીનરી અને વ્હીલક્સનો ઉપયોગ પેટા કોન્ટ્રાક્ટરો પાસે કરાવી તેના બીલ કંપનીમાં પાસ કરાવતા હતા.
નવેમ્બર-2019માં કંપની દ્વારા અશ્વીનીકુમારનો ખુલાસો માગતા એફિડેવિટ કરીને 1.15 લાખના ખોટા બીલો મેળવ્યા હોવાની કબૂલાત કરી હતી. જેમાં પોતે રોકેલા પેટા કોન્ટ્રાક્ટર્સ ઈશ્વરચંદ્ર ગરનાયક, લલીતેદું પરીડ, પાઠક એન્જિનિયરિંગ, નીમીષ ઈન્ફ્રા, બીટનકુમાર દેહુરી, કેશન એન્ટરપ્રાઈઝ સાથે મળી છેતરપીંડી કરી હોવાનું કહ્યું હતું. આ ઉપરાંત અશ્વીનીકુમારે પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ઈશ્વરચંદ્ર ગરનાયક ફર્મ તેમજ પેટા ફર્મ જગન્નાથ કન્સ્ટ્રક્શન સાથે મળી આ પ્રકારે મશીનરીનો ઉપયોગ કરી 94,20,395 રૂપિયાની છેતરપીંડી કરી હતી. આ સાથે જ મશીનરીના ઉપયોગમાં વપરાયેલા ફ્લુઅલનું 35,75,950નું બીલ પણ કંપનીમાંથી પાસ કરાવ્યું હતું.
અશ્વીનીકુમારે કુલ 2.44 કરોડથી વધુની ઉચાપત કરતાં કંપની દ્વારા તેને હોદ્દા પરથી દૂર કરાયો હતા. પૈસાની ઉઘરાણી કરતાં તેણે કંપનીના સિનિયર મેનેજમેન્ટને પૈસા પરત આપવાની ના પાડી દીધી હતી. આ સાથે જ પોતાની રાજકીય અને અંડરવર્લ્ડમાં પહોંચ હોવાનું કહીંને કંપનીના હોદ્દેદારોને આ બાબતે ચર્ચા કે ફરિયાદ ન કરવાની ધમકી આપી હતી. બીજી તરફ કંપનીએ આપેલું 50 હજારનું લેપટોપ અને પ્રોજેક્ટ માટે બનાવેલા અગત્યના નકશા પણ પરત કર્યા ન હતા. જેથી આ સમગ્ર મુદ્દે કંપની દ્વારા પ્રોજેક્ટ મેનેજર અશ્વિનીકુમાર તથા 6 પેટા કોન્ટ્રાક્ટર્સ મળી કુલ 7 સામે ફરિયાદ નોંધાવી હતી.