- આજે 615 નવા કેસ સાથે 746 દર્દી સાજા થયાં
- મહાનગરોમાં પણ કોરોનાના કેસ 150થી ઓછા
- રાજ્યમાં હવે માત્ર 7635 એક્ટિવ કેસ
ગાંધીનગર : રાજ્યમાં ગત 24 કલાક દરમિયાન કોરોનાના 615 નવા કેસ સામે આવ્યા છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના 252,559 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 95.23 ટકા થયો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 615 નવા કેસો નોંધાયા, 3 લોકોના મોત રાજ્યમાં 8 હજારથી ઓછા એક્ટિવ કેસ
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં આજે 746 દર્દી સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,40,517 દર્દીઓ સાજા થયાં છે. તો હાલ 7635 એક્ટિવ કેસ છે. જેમાંથી 60 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
રાજ્યમાં 90 ટકા પથારી ખાલી
રાજ્ય સરકાર દ્વારા કોરોનાને નાથવા માટે કરવામાં આવી રહેલ અથાગ પ્રયાસના ભાગરૂપે રાજ્યમાં 55000 પથારીઓ પૈકીની 90 ટકા પથારીઓ ખાલી છે. આ વાત દર્શાવે છે કે, રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટ્યું છે.
ગુજરાતમાં આજે 3 દર્દીના મોત
આજે કોવિડ-19થી 3 દર્દીઓના મોત થવા પર રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 4347 થઇ ગઇ છે. આજે અમદાવાદમાં 2 અને સુરત 1 એમ 24 કલાક દરમિયાન કુલ 3 લોકોના કોરોનાથી મોત થયા છે. ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી સૌથી વધુ દર્દીઓના અમદાવાદમાં મૃત્યુ થઇ રહ્યા છે.
મહાનગરોમાં કેસમાં ધરખમ ઘટાડો, 150થી ઓછા નોંધાયા કેસ
રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 126-ગ્રામ્યમાં 2 કેસ, સુરત શહેરમાં 102-ગ્રામ્યમાં 27 કેસ, વડોદરા શહેરમાં 93 ગ્રામ્યમાં 26 કેસ, રાજકોટ શહેરમાં 47-ગ્રામ્યમાં 13 કેસ, નોંધાયા છે.
ગુજરાત રાજ્યમાં ક્યાં કેટલા નોંધાયા કોરોના વાઇરસના કેસો
અમદાવાદ કોર્પોરેશન 126, સુરત કોર્પોરેશન 102, વડોદરા કોર્પોરેશન 93, રાજકોટ કોર્પોરેશન 47, સુરત 27, વડોદરા 26, દાહોદ 14, રાજકોટ 13, મહેસાણા 12, ગાંધીનગર કોર્પોરેશન 11, જામનગર કોર્પોરેશન 11, કચ્છ 11, ખેડા 10, આણંદ 9, સાબરકાંઠા 9, ગાંધીનગર 8, નર્મદા 8, બનાસકાંઠા 7, ભાવનગર કોર્પોરેશન 7, જુનાગઢ કોર્પોરેશન 7, મહીસાગર 7, પંચમહાલ 7, ભરૂચ 6, મોરબી 6, જુનાગઢ 4, દેવભૂમિ દ્વારકા 3, ગીર સોમનાથ 3, જામનગર 3, નવસારી 3, સુરેન્દ્રનગર 3, વલસાડ 3, અમદાવાદ 2, અમરેલી 2, અરવલ્લી 1, ભાવનગર 1, બોટાદ 1, છોટા ઉદેપુર 1, તાપી 1 કેસ સામે આવ્યા છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,40,517 લોકો સાજા
કોરોનાની વૈશ્વિક મહામારીથી થતા મૃત્યુમાં હવે તેમા સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. હવે તો રાજ્યમાં મૃત્યુઆંક સિંગલ આંકડામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગે વિતેલા 24 કલાકમાં સારવાર હેઠળના 3 દર્દીઓના મોત થયાનું સ્વીકાર્યુ છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 2 અને સુરત કોર્પોરેશનમાં 1 વ્યક્તિનું મોત થયું હતું. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 3 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4347એ પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,40,517 લોકો સાજા થઈ ગયા છે. કુલ 4347ના મોત થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 7695 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 60 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 7635 સ્ટેબલ છે.