ગુજરાત

gujarat

ETV Bharat / state

આજે વિધાનસભાનો બીજો દિવસ, કુલ 5 જેટલા બિલ પસાર થશે

ગાંધીનગર: આજે વિધાનસભા સત્રનો બીજો દિવસે છે. ત્યારે બીજા દિવસની બેઠકમાં કોઈ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ બેઠકમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા નગરપાલિકાના વર્ષ દરમિયાન નાણાકીય હિસાબ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ વધુ પાંચ જેટલા બિલ પસાર કરવામાં આવશે.

By

Published : Dec 10, 2019, 9:37 AM IST

આજે વિધાનસભાનો બીજો દિવસ, કુલ 5 જેટલા બિલ પસાર થશે
આજે વિધાનસભાનો બીજો દિવસ, કુલ 5 જેટલા બિલ પસાર થશે

મંગળવારના દિવસના વિધાનસભાના કાર્યની વાત કરવામાં આવે તો 12:00 કલાકે વિધાનસભાનું પ્રથમ સત્ર મળશે જેમાં પ્રથમ એક કલાકમાં પ્રશ્નોત્તરી યોજાશે. આ પ્રશ્નોત્તરીકાળ દરમિયાન કોંગ્રેસ દ્વારા અનેક સવાલો પૂછીને સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવશે. પરંતુ, સરકાર સામે તેઓને જવાબ આપશે, ત્યારે ગૃહમાં હોબાળો થાય તેવી પણ શક્યતા નકારી ન શકાય.

કયા કયા બિલ રજૂ કરાશે ?

- જીએસટી સુધારા બિલ

- ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ સુધારા બિલ

- ગુજરાત વ્યાવસાયિક ટેક્નિકલ શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થામાં પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ સુધારા બિલ

- ગુજરાત સહકારી મંડળી દ્વિતીય સુધારા બિલ

- ગુજરાત જમીન મહેસુલ તૃતીય સુધારા બિલ

આમ, આજે પસાર થનારા વિધાનસભા ગૃહમાં બીલ ઉપર પણ ચર્ચા કરવામાં આવશે. જેમાં કોંગ્રેસ પક્ષ દ્વારા બિલ શા માટે લાવવામાં આવી રહ્યું છે ને શું ફાયદો છે તે અંગેના ચર્ચા તથા સવાલો કરવામાં આવશે. પરંતુ, પક્ષની બહુમતી હોવાના કારણે વિરોધ બાદ પણ અંતે પસાર થશે સાથે જ, જે વિપક્ષ દ્વારા સૂચનો આવે તે સૂચનોને પણ સરકાર વિચાર કરશે.

ABOUT THE AUTHOR

...view details