ગુજરાત અર્બન સ્કિલ ડેવલપમેન્ટ મિશનના ભળતા નામે પેપરમાં બનાવટી જાહેરાત આપવા મુદ્દે સેક્ટર 7પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી.ગત 2જાન્યુઆરીના રોજ એક સમાચારપત્રમાં જુદી-જુદી જગ્યા માટે અરજીઓ મંગાવાઈ હતી.ગાંધીનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પાટણના 4આરોપીને ઝડપ્યા છે.
GUDMના નામે બેરોજગારોને છેતરતી ટોળકી ઝડપાઈ, 4 આરોપીઓ પોલીસના સકંજામાં ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં ઓફિસ આસિસ્ટંટ તરીકે ફરજ બજાવતા મનીષા ઓમકાર તિવારીએ સેક્ટર-7પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ગત 2જાન્યુઆરીએ આવેલી જાહેરાતમાં ગુજરાત અર્બન સ્કિલ ડેવલોપમેન્ટ મિશનના નામે ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવાઈ હતી.જેમાં વેબસાઈટgusdm.org.inપર અરજી કરવાનું કહેવાયું હતું.આ વેબસાઈટ જોતાં તેમાં કચેરીનું સરનામું,પ્રોજેક્ટની લગતી વિગતો,પોલિસી તથા આરટીઆઈ મેન્યુઅલ ગુજરાત અર્બન ડેવલમેન્ટ મિશન(GUDM)વિભાગને લગતી જોવા મળી હતી.
ખોટી જાહેરાત મારફતે ઉમેદવાર દીઠ 300રૂપિયા પડાવવાનું આ ષડયંત્ર હોવાની શંકા છે.જેથી આ મુદ્દે વિભાગ દ્વારા પોલીસ ફરિયાદ કરતાં સે-7પોલીસે છેતરપિંડી,વિશ્વાસઘાત અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
જાહેરાતમાં અપાયેલી વેબસાઈટમાં ગૂગલ મેપમાં ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશનનું ટેગ કરેલું હતું.જેથી કેટલાક યુવાનો અરજીની તપાસ માટે રૂબરૂ પૂછપરછ માટે આવતા જીયુડીએમ વિભાગનું ધ્યાન ગયું હતું.જેને લઇને ગાંધીનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા બેરોજગાર યુવાનોને છેતરનાર ચાર લોકોને ઝડપી લેવાયાં હતા.જેમાં કેવલ જશવંત ઠક્કર,ધર્મેન્દ્ર રમણ રાજગોર,રાજ અનિલ જોશી અને હિતેન્દ્ર રમેશ ઠાકોર-તમામ રહેવાસી પાટણને ઝડપી લીધાં હતાં.તમામ લોકો કોમ્પ્યુટરના જાણકાર હોવાના કારણે ભળતું ડોમીન રાખીને 55હજાર જેટલી રકમની છેતરપિંડી કરી હતી.