દિલ્હીમાં 10 લાખ કર્મચારીઓ જૂની પેન્શન સ્કીમની કરશે માંગ ગાંધીનગર : ગુજરાતમાં વર્ષ 2005 બાદના સરકારી કર્મચારીઓને જૂની પેન્શન સ્કીમનો લાભ મળતો નથી. ત્યારે ગુજરાત વિધાનસભા વર્ષ 2022 ચૂંટણીમાં જૂની પેન્શન સ્કીમ બાબતે સરકારી કર્મચારીઓ રાજ્ય સરકારના વિરોધમાં આવ્યા હતા. ત્યારબાદ સરકાર સાથે મંત્રણા અને વિચારણા થઈ હતી. પરંતુ આ તમામ મામલો કેન્દ્ર સરકારને લગતો હોવાના કારણે રાજ્ય સરકારે જૂની પેન્શન સ્કીમ બાબતે સ્પષ્ટ પોતાનું વલણ સાબિત કર્યું હતું. ત્યારે હવે સમગ્ર દેશના અલગ અલગ રાજ્યના કર્મચારી મંડળ દ્વારા 1 ઓક્ટોબરના રોજ દિલ્હીના રામલીલા મેદાન ખાતે જૂની પેન્શન સ્કીમની માંગ ફરી બુલંદ કરવામાં આવશે.
કર્મચારી આંદોલન :રાષ્ટ્રીય શૈક્ષણિકના સહ સંગઠન મંત્રી પરેશ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2005 પહેલા અને 2005 પછી જે પેન્શન છે એ તમામ કર્મચારીઓ માટેની આ લડત છે. સત્યના માર્ગે, ગાંધીજીના માર્ગે 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતીનો જન્મદિવસ હોવાના કારણે અમે આંદોલન કરવા જઈ રહ્યા છીએ. 2 ઓક્ટોબરના રોજ તમામ જિલ્લાઓની અંદર જે તે જિલ્લાઓમાં ગાંધીજીનું જે સ્ટેચ્યુ છે, તેના પરિસરમાં સ્વચ્છતા અભિયાન ચલાવી અને એ અભિયાનની શરૂઆત કરીશું. ગાંધીજીને સુતરની આંટી પહેરાવીને આંદોલનની શરૂઆત કરીશું.
2005 પછી પેન્શનથી વંચિત જે શિક્ષકો અને કર્મચારીઓ માટેની આ લડત છે. 3 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર સુધી દરેક જિલ્લાના ધારાસભ્ય, સાંસદ, તાલુકાના પ્રમુખ, જિલ્લાના પ્રમુખ, ભાજપ પ્રમુખ આમ તમામને લેટરના માધ્યમથી એમના લેટરપેડ ઉપર અમારી રજૂઆત અને માંગણી સરકાર સુધી પહોંચાડે એવી વિનંતી કરવામાં આવશે. -- પરેશ પટેલ (રાષ્ટ્રીય શૈક્ષણિકના સહ સંગઠન મંત્રી)
શું છે માંગ ? ગુજરાતના કર્મચારીઓ વતી કર્મચારી મહામંડળના મહામંત્રી ભરત ચૌધરીએ ETV ભારત સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, જૂની પેન્શન સ્કીમ બાબતે ગુજરાતના 3,000 જેટલા કર્મચારીઓ દિલ્હી જશે અને 1 ઓક્ટોબરના રોજ યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે. જૂની પેન્શન સ્કીમનું સમર્થન પણ ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓ વતી આપવામાં આવશે. જ્યારે આ કાર્યક્રમ ઓલ્ડ પેન્શન સ્કીમ નેજા હેઠળ યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં શિક્ષક સહિત તમામ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના 10,000 જેટલા સરકારી કર્મચારીઓ કે જેઓને જૂની પેન્શન સ્કીમનો લાભ નથી મળતો, તે તમામ લોકો અને તમામ રાજ્યના કર્મચારી મહામંડળ પણ જોડાઈ રહ્યા છે. આ ઉપરાંત ગુજરાતમાં ચાલતી ફિક્સ પે નીતિ અંગે પણ દિલ્હીમાં જઈને ગુજરાત મોડલની વાત પણ મુકવામાં આવશે.
- Granted School's Teachers Protest: રાજ્યભરની ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોએ 'બહેરી સરકાર'ના કાન ખોલવા થાળી વગાડી કર્યુ વિરોધ પ્રદર્શન
- Pension Scheme In Gujarat: જૂની પેન્શન યોજના અને નવી પેન્શન યોજનાનો શું છે ફરક?, જાણો