ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગર સેકટર-25માં એક-એક પોઝિટિવ, ગ્રામ્ય વિસ્તારમાં વધુ 9 કેસ સાથે 3ના મોત

ગાંધીનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આજે સોમવારે 10 કેસ સામે આવ્યાં છે. જેમાં શહેરમા 2 કેસ, ગાંધીનગર તાલુકામાં 4, દહેગામ તાલુકામાં 2 અને કલોલ તાલુકામાં 3 મળી 10 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં આઠ પુરૂષ અને એક સ્ત્રીનો સમાવેશ થાય છે. જ્યારે 3 લોકોના મોત નિપજ્યાં છે.

ગ્રામ્ય વિસ્તારમાં વધુ 9 કેસ સાથે 3ના મોત
ગ્રામ્ય વિસ્તારમાં વધુ 9 કેસ સાથે 3ના મોત

By

Published : Jun 23, 2020, 1:34 AM IST

ગાંધીનગર : સેકટર-25 ખાતે આવેલી સૂર્યનારાયણ સોસાયટીમાં રહેતા આધેડ દંપતિ રવિવારે કોરોનાગ્રસ્ત જાહેર થયા હતા. જેથી તેમના પરિવારના ત્રીજા સભ્યને કોરેન્ટાઈન કરવામાં આવ્યો હતો. તે દરમિયાન તેમના 25 વર્ષીય દીકરાના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આદીવાડા ખાતે રહેતા અને ફર્નિચરનો વ્યવસાય કરતાં 42 વર્ષીય પુરુષના લક્ષણો જણાતા કોરેન્ટાન કરવામાં આવ્યો હતો. સોમવારે તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. તેના પરિવારના ત્રણ સભ્યોને સરકારી ફેસિલિટી હેઠળ કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જ્યારે સેક્ટર 4Bમાં રહેતી ૬૨ વર્ષીય મહિલાનું મોત નિપજ્યું હતું.

પાટનગરમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના 185 દર્દી નોંધાયા છે, જેમાંથી છ વ્યક્તિના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. 148 દર્દીઓ સારવાર બાદ કોરોનાને હરાવવામાં સફળ રહેતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે, જ્યારે 31 દર્દી હજુ સારવાર હેઠળ છે. સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા 208 વ્યક્તિને કોરેન્ટાઇન હેઠળ રખાયા છે. જેમાંથી 177 હોમ કોરેન્ટાઈન અને 31 સરકારી ફેસિલિટીમાં હોવાનું જાણવા મળ્યું છે.

ગાંધીનગર તાલુકાના સુઘડ ગામમાં 34 વર્ષીય યુવાન, ભાટ ગામમાં 59 વર્ષીય પુરૂષ, અડાલજ ગામમાં 35 વર્ષીય પુરૂષ અને શાહપુર ગામમાં 60 વર્ષીય પુરૂષને કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમજ દહેગામ તાલુકાના પીપલજ ગામમાં 36 વર્ષીય યુવાન, દહેગામ શહેરમાં 28 વર્ષીય યુવાન, કલોલ શહેરમાં 45 વર્ષીય યુવાન, સોજા ગામમાં 28 વર્ષીય યુવાન અને વડસર ગામમાં 30 વર્ષીય સ્ત્રીને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેમા ગાંધીનગર તાલુકામા 46 વર્ષિય અને દહેગામમા 57 વર્ષિય પુરુષનું મોત નિપજ્યું છે.

ગાંધીનગર તાલુકામાં 153 કેસ નોંધાયા છે. જેમાં હાલમાં 48 દર્દીઓ સારવાર હેઠળ છે. 96 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ 9 વ્યક્તિઓનું મૃત્યૃ થયું છે. દહેગામ તાલુકામાં અત્યાર સુધી 43 કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં 8 દર્દીઓ સારવાર હેઠળ છે. 29 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 6ના મૃત્યૃ થયા છે. માણસા તાલુકામાં અત્યાર સુધીમાં 34 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં 8 વ્યક્તિઓ સારવાર હેઠળ છે. 25 વ્યક્તિઓને રજા આપવામાં આવી છે 1નું મૃત્યૃ થયું છે. કલોલ તાલુકામાં 145 કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં 34 વ્યક્તિઓ સારવાર હેઠળ છે. 96 વ્યક્તિઓએ કોરોનાને હરાવતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 15 વ્યક્તિઓના મૃત્યૃ થયા છે.

ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા કુલ 375 કોરોના કેસમાંથી 26 ટકા દર્દીઓ એટલે કે 98 દર્દીઓ સારવાર હેઠળ છે. તેમજ 66 ટકા દર્દીઓ એટલે કે 246 દર્દીઓએ કોરોનાને હરાવતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 8 ટકા જેટલા દર્દીઓ એટલે કે 31 દર્દીઓના મૃત્યૃ થયા છે.

ABOUT THE AUTHOR

...view details