ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા જિલ્લા સુગર યુનિયનને 25 કરોડની સહાય, 5 હજાર મજૂરોની રોજગારી બચી - સુગર યુનિયન

વડોદરા જિલ્લા કો-ઓ સુગર યુનિયન ઓછી શેરડી થવાના કારણે બંધ થવાની તૈયારીમાં હતુ. ખેડૂતો ઓછા પાકને લઈને ચિંતિત હતા. તેની સાથે મંડળી પણ મુસીબતોનો સામનો કરી રહી હતી, ત્યારે મંડળીના હોદ્દેદારો દ્વારા નાયબ મુખ્ય પ્રધાનને રજૂઆત કરવામાં આવી હતી. જેને લઇને બજેટમાં 25 કરોડની સહાય કરવામાં આવતા 5 હજાર જેટલા મજુરોની રોજીરોટી છીનવાતી બચી ગઇ હતી.

સુગર યુનિયનને 25 કરોડની સહાય, 5 હજાર મજૂરોની રોજગારી બચી
સુગર યુનિયનને 25 કરોડની સહાય, 5 હજાર મજૂરોની રોજગારી બચી

By

Published : Feb 28, 2020, 7:03 PM IST

ગાંધીનગર : મંદીના કારણે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ગત સિઝનમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો મોટાભાગનો પાક ધોવાઇ ગયો હતો. નાનાથી લઈને શ્રીમંત ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા હતા, ત્યારે વડોદરા જિલ્લા કો-ઓપરેટિવ સુગર મંડળી પણ શેરડીના ઓછા પાકને લઈને ભીડમાં આવી ગઈ હતી. બે લાખ ખેડૂતો શેરડીનો ઓછુ ક્રસિન થયું હોવાના કારણે ભીસમા મુકાયા હતા. જેને લઇને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે આ મંડળીને 25 કરોડની સહાય આપવામાં આવતા ખેડૂતો કર્મચારીઓ અને મજૂરોની રોજીરોટી છીનવાતી બચી ગઇ છે.

સુગર યુનિયનને 25 કરોડની સહાય, 5 હજાર મજૂરોની રોજગારી બચી

મંડળીના ચેરમેન અને કરજણ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સતિષભાઈ પટેલે કહ્યું કે, શેરડીનો ઓછું ઉત્પાદન થવાના કારણે ખેડૂતો મંડળીમાં પાક જમા કરાવી શક્યા ન હતા. જેને લઇને મંડળી ભીંસમાં મુકાઈ ગઈ હતી. આ મંડળીમાં 29000 ખેડૂતો છે. જ્યારે 25 હજાર જેટલા શેરહોલ્ડર છે, તે ઉપરાંત 700 કર્મચારીઓ કામ કરી રહ્યા છે, ત્યારે પાંચ હજાર જેટલા મજુરો કટીંગ માટે આવતા હોય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને મંડળી બંધ ન થાય તેને લઈને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને રજૂઆત કરવામાં આવી હતી. તેમના દ્વારા બજેટમાં 25 કરોડ રૂપિયા ફાળવવામાં આવતા મંડળીને જીવતદાન મળી ગયું છે. અમે મહેસુલ પ્રધાન નાયબ મુખ્યપ્રધાન ભાજપના આગેવાન હેમરાજ પાડલીયા સહિતનો આ બાબતે આભાર વ્યક્ત કરીએ છીએ.

ABOUT THE AUTHOR

...view details