ગાંધીનગર: વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યમાં કેટલા બાળકોના મોત થઈ રહ્યાં છે, તેવા પ્રશ્નો કર્યા હતા. જેમાં કોંગ્રેસે શીક ન્યુબોર્ન કેર યુનિટમાં દાખલ કરેલા બાળકો સરકારી હોસ્પિટલ સિવાય તબદીલ થઇને દાખલ થનારા બાળકો અને તે પૈકી બાળકોના મોત અંગે પ્રશ્ન કર્યા હતા.
ગુજરાતમાં સરેરાશ પ્રતિદિન 20 બાળકોના મોત, વિધાનસભામાં આંકડા રજૂ થયા
દેશ અને રાજ્યનું બાળક સુરક્ષિત અને સ્વસ્થ તે દેશ અને રાજ્યનું ભવિષ્ય પણ ઉજળું હોય છે, પરંતુ આજે વિધાનસભા ગૃહમાં આરોગ્ય વિભાગના પ્રશ્નોત્તરીની ચર્ચા દરમિયાન આવા આ આંકડો સામે આવ્યા કે, ગુજરાતના ભવિષ્ય ઉપર લટકતી તલવાર હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં રોજના પ્રતિદિન 21 જેટલા બાળકોના મોત થઈ રહ્યાં હોવાના આંકડા વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં સરકારી હોસ્પિટલમાં 71,774 જેટલા બાળકો જન્મ્યા હતા. જયારે બીજી હોસ્પિટલથી તબદીલ થયેલ બાળકોની સંખ્યા 34,727 હતી. જે તમામ બાળકો સિક ન્યુબોર્ન કેર યુનિટમાં દાખલ થયા હતા, આ બાળકોમાં કુલ 15 હજાર જેટલા બાળકો મોતને ભેટી રહ્યાં હોવાની વિગત રાજ્ય સરકારે બહાર પાડી હતી. આમ એટલે કે, પ્રત્યેક દિને 20 જેટલા બાળકો મૃત્યુ પામે છે.
રાજ્યમાં પ્રતિનિધિને 20 જેટલા બાળકોના મૃત્યુ થઈ રહ્યાં હોવાનો આંકડો વિધાનસભા ગૃહમાં સામે આવ્યો હતો. ત્યારે કોંગ્રેસ પક્ષે પણ બાળકોના મોત બાબતે વિધાનસભા ગૃહમાં વિરોધ પણ કર્યો હતો.