ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગરમાં આઉટસોર્સિંગને પ્રોત્સાહન આપતી સરકારમાં પશુપાલન વિભાગની 1059 જગ્યા ખાલી - ભાજપ

રાજ્યમાં ભાજપ સરકારનુ શાસન જ્યારથી આવ્યું છે, ત્યારથી ખાનગીકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. સરકારમાં અનેક જગ્યાઓ ખાલી પડી રહી છે, પરંતુ જાણે નવી ભરતી કરવામાં કોઈ રસ ન હોય તેવું જોવા મળી રહ્યુ છે. વિપક્ષના ધારાસભ્ય દ્વારા પશુપાલન વિભાગમાં કેટલી જગ્યા ખાલી છે, તેને લઈને કરવામાં આવેલા સવાલમાં ચોકાવનારા જવાબ સામે આવ્યા છે. જેમાં પશુચિકિત્સા અધિકારી વર્ગ-2 અને પશુ નિરીક્ષક વર્ગ-3ની 1059 જગ્યાઓ ખાલી બતાવવામાં આવી છે. જે પુરવાર કરે છે કે સરકારને નવી ભરતીમાં રસ નથી.

આઉટસોર્સિંગને પ્રોત્સાહન આપતી સરકારમાં પશુપાલન વિભાગની 1059 જગ્યા ખાલી
આઉટસોર્સિંગને પ્રોત્સાહન આપતી સરકારમાં પશુપાલન વિભાગની 1059 જગ્યા ખાલી

By

Published : Feb 28, 2020, 11:59 AM IST

ગાંધીનગર : રાજ્યમાં માણસોની હોસ્પિટલમાં તો ડોક્ટરો પૂરતા નથી તેમ છતાં સરકાર નવી મેડિકલ કોલેજો અને હોસ્પિટલ ખોલવાની જાહેરાત કરે છે. નાગરિકો આ હોસ્પિટલમાં જઇને માત્ર યાતનાઓ જ ભોગવે છે. તેવા સમયે રાજ્યના પશુઓને પણ સારવાર મળી રહે તે માટેના પૂરતા ડોક્ટરનો અભાવ જોવા મળી રહ્યો છે. પશુપાલન વિભાગમાં જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી કરવામાં આવતી નથી. થોડા સમય પહેલા ઉમેદવારોએ આ બાબતે પશુપાલન વિભાગની કચેરીમાં તેમની ભરતી કરવામાં આવે તેને લઈને રજૂઆતો પણ કરી હતી. તેમ છતાં જાડી ચામડીની બની ગયેલી સરકાર માત્ર વાહ-વાહી લૂંટવામાં માટે જાહેરાતો કરી રહી છે.

પશુપાલન વિભાગની 1059 જગ્યા ખાલી

વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા સવાલને લઈને કહ્યું કે, મુખ્યપ્રધાન મોકળા મને પાંજરાપોળના સંચાલકો સાથે વાતચીત કરે છે, પરંતુ મોકળા મનથી મુંગાો પશુઓની સારવાર શક્ય નથી. જેને લઇને પશુ નિરીક્ષકની ભરતી કરવી પડે. રાજ્યમાં અલગ-અલગ જિલ્લામાં પશુચિકિત્સક વર્ગ-2ની મંજૂર કરાયેલી 580 જગ્યા ભરાઈ છે, જ્યારે 280 ખાલી છે. જ્યારે પશુ નિરીક્ષક વર્ગ 3ની 1314 જગ્યા ભરાઈ છે, જેની સામે 779 ખાલી છે, ત્યારે આ પ્રકારની અનેક વિભાગોમાં જગ્યાઓ ખાલી જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details