ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યની 20 આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ-10નું 100 ટકા પરીણામ

ગાંધીનગરઃ માર્ચ 2019માં રાજ્યમાં ઘોરણ-10ની બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીણામની જાહેરાત કરવામાં આવી હતી. પરિણામ સામે વિકસતી જાતિ કલ્યાણ હેઠળની રાજ્યભરની કુલ-33 પૈકી 20 સરકારી આદર્શ નિવાસી શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે.

By

Published : May 22, 2019, 3:32 AM IST

રાજયની20 આદર્શ નિવાસી શાળાઓનું 100 ટકા પરીણામ

એસ.એસ.સી.ના પરિણામમાં રાજ્યભરની 33 આદર્શ નિવાસી શાળાઓ પૈકી 20 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે. 07 શાળાઓનું પરિણામ 90થી 99 ટકાની વચ્ચે જયારે 06 શાળાઓનું પરિણામ 80થી 80 ટકા આવ્યું છે. જ્યારે નાપાસ થયેલા વિદ્યાર્થીઓને જુલાઈ માસમાં પૂરક પરીક્ષા દ્વારા 100 ટકા પરિણામ લાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. એક દાયકાથી OBCની આ આદર્શ નિવાસી શાળાઓએ ગણતરીના વર્ષોમાં રાજ્યભરમાં સરેરાશ 99થી 100 ટકા પરિણામ હાંસલ કર્યું છે.

પછાત વર્ગોની શાળાઓના એસ.એસ.સી. બોર્ડના શ્રેષ્ઠ પરિણામ બદલ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને કેબિનેટપ્રધાન ઈશ્વરભાઈ પરમારે તેમજ રાજ્યકક્ષાના પ્રધાન વાસણ આહિરે, નિયામક કે.જી.વણઝારા સહિત આચાર્યો અને શિક્ષકોએ અભિનંદન આપ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details