ગુજરાત

gujarat

ETV Bharat / state

શહીદોને શ્રદ્ધાંજલિ:દીવના ભૂચરવાડામાં કેન્ડલ માર્ચ - march

દીવ : સંઘ પ્રદેશ દીવના ભૂચરવાડા ગ્રામ પંચાયત દ્વારા શહીદ થયેલા 47 જવાનોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી. આ શ્રદ્ધાંજલિમાં મોટી સંખ્યામાં દીવના સ્થાનિકો જોડાયા હતા.

Tribute

By

Published : Feb 18, 2019, 10:32 AM IST

જમ્મુ કાશ્મીરના પુલવામાં આતંકી દ્વારા કરવામાં આવેલા વિસ્ફોટમાં સીઆરપીએફના ૪૨ જવાનો શહીદ થયા છે. જેમાં શહીદ જવાનોને દીવની સાઉદવાડી ગ્રામ પંચાયતે ભૂચરવાડા બસ સ્ટેન્ડ ગ્રાઉન્ડ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જેમાં શહીદ જવાનોને સંઘ પ્રદેશ દીવના અધિકારીઓ અને દીવની સામાન્ય જનતાએ હાજર રહીને પુષ્પ, હાર, મીણબત્તી પ્રગટાવી તેમજ મૌન ધારણ કરીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત ઈશ્વર શહીદ જવાનોના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details