આગામી 6 કે 7મી તારીખે સંઘ પ્રદેશ દીવમાં સંભવિત મહા વાવાઝોડું ત્રાટકી શકે છે, તેવી શક્યતાઓ વ્યક્ત થઇ છે. આ વાવાઝોડું દીવથી લઈને પોરબંદરના તટીય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે, જેને લઈને લોકોને કોઈ મુશ્કેલી ન પડે તેમજ મુશ્કેલીના સમયમાં લોકોએ તકેદારીના પગલાં ભરવા તે અંગેની માહિતી જિલ્લા કલેકટર સલોની રાયે દીવના વિવિધ વિસ્તારોમાં ફરીને લોકોને આપી હતી.
મહા વાવાઝોડાને લઈને દીવના કલેકટરે લોકોને સાવચેતી રાખવા કરી અપીલ
દીવઃ સંભવિત મહા વાવાઝોડાના ખતરાને લઈને દીવના કલેકટર સલોની રાય દ્વારા એકશન પ્લાન બનાવવામાં આવ્યો છે. કલેકટરે તેમના અધિકારીઓ સાથે દીવના વિસ્તારોમાં ફરીને લોકોને વાવાઝોડા સામે રક્ષણ મેળવા માટે કેટલીક આગમચેતી રાખીને લોકો આ વાવાઝોડાને લઈને સાવચેત બને તે માટેના પ્રયાસો હાથ ધર્યા હતા.
div
સંભવિત વાવાઝોડાની પરિસ્તિથીમાં લોકોને આશ્રય મળી રહે તે માટે દીવના વણાંકબારા અને ઘોઘલા ખાતે આવેલા શેલ્ટર હાઉસની કલેકટર સલોની રાયે મુલાકાત લીધી હતી. વણાંકબારાના ગોમતી માતા વિસ્તારમાં જલારામ સોસાયટી અને ઘોઘલાના મીઠા બાવા વિસ્તાર તેમજ કિનારાના વિસ્તારો વાવાઝોડાથી વધુ પ્રભાવિત થઇ શકે તેમ છે. આ વિસ્તારના લોકોને વધુ સાવચેતી રાખવા કલેકટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.