ગુજરાત સરકારે LRDનો વિવાદ ઉકેલવા ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં નિર્ણય લીધો કે, LRDમાં હવે 5227 જગ્યાઓની ભરતી કરવામાં આવશે. 62.5 ગુણ ધરાવતી કોઇ પણ જ્ઞાતિની મહિલા ઉમેદવારોની ભરતી થશે. આ ભરતીમાં જૂના પરિપત્રને ધ્યાનમાં નહીં લેવાય. મુખ્યપ્રધાનના નિવાસસ્થાન પર યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં મુખ્ય પ્રધાન રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા, શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય સામેલ થયા હતા.
LRD મુદ્દે હવે 5227 જગ્યા પર ભરતીનો નિર્ણય - સરકારની જાહેરાત લોલીપોપ : આંદોલનકારી મહિલાઓ - lrd મુદ્દે ગુજરાત સરકારનો નિર્ણય
નીતિન પટેલે કહ્યુ કે- LRDમાં હવે 5227 જગ્યાઓની ભરતી કરવામાં આવશે. જેમાં 62.5 ગુણ ધરાવતી કોઇ પણ જ્ઞાતિની મહિલા ઉમેદવારોની ભરતી થશે. છતાં હજુ આંદોલનકારીઓને જાણે સરકારના આ નિર્ણય પર ભરોષો ન હોય તેમ લેખિત બાહેંધરીની માંગણી કરી રહ્યાં છે.
નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સરકારે આ વિવાદને ઉકેલવા માટે બેઠકો વધારવાનો નિર્ણય લીધો છે. જેમાં LRDની ભરતીમાં જૂના પરિપત્રને ધ્યાનમાં લેવાશે નહીં. જે ઉમેદવારે 62.5 ટકા માર્ક્સ મેળવ્યા છે, તેમની ભરતી કરવામાં આવશે. લાયક ઉમેદવારોને માટે ગુણાંક 62.5 ટકા છે. નીતિન પટેલે કહ્યું કે, હવે જનરલ કેટેગરીમાં 421ના બદલે 834 જગ્યાઓ માટે ભરતી કરાશે. તે સિવાય ઓબીસીમાં 1834નાં બદલે 3248 જગ્યાઓ, SCમાં 346ના બદલે 588 અને ST માં 476ના બદલે 511 જગ્યાઓ માટે ભરતી કરાશે. તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકારે હવે કોઇ સરકારી ભરતીની પ્રક્રિયા હાથ ધરશે નહી જ્યાં સુધી એક ઓગસ્ટ 2018ના પરિપત્રને લઇને કોર્ટનો અંતિમ નિર્ણય નહી આવે ત્યાં સુધી વધુ સરકારી ભરતી થશે નહીં.
આંદોલનકારી SC-ST-OBC મહિલાઓએ સરકારની જાહેરાતને લોલીપોપ ગણાવી હતી. અનામત વર્ગના મહિલાઓએ પરિપત્રને રદ્દ કરવાની માગ સાથે આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.